પોર્ટ બ્લેયર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પોર્ટ બ્લેર (હિંદી ભાષા:पोर्ट ब्लेयर) (અંગ્રેજી ભાષા:Port Blair) અંદામાન અને નિકોબાર નામથી ઓળખાતા ભારત દેશના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું સૌથી મોટું અને આ કેન્દ્રશાસિત પ્રદેશનું વહિવટી રાજધાનીનું શહેર પણ છે. આ શહેર દક્ષિણ અંદામાનમાં આવેલું છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડીની દક્ષિણમાં હિંદ મહાસાગરમાં આવેલો છે.

આવાગમન[ફેરફાર કરો]

હવાઈ જહાજ દ્વારા જનારા પર્યટકો માટે ભારતીય સરકારી તેમજ ખાનગી હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે. જે ચૈન્નાઈ, કોલકાતા થી પકડી શકાય છે. સમુદ્રી જહાજ દ્વારા પણ અહીં આવી શકાય છે. ચૈન્નાઈ થી ત્રણ જહાજ અહીં આવે છે, જેની દૂરી લગભગ ૧૧૯0 કિલોમીટર છે. કોલકાતા થી પોર્ટ બ્લેયરની દૂરી 1255 કિલોમીટર અને વિજયવાડા થી 1200 કિલોમીટર છે. વિશાખાપટનમ થી પણ રાજધાની પોર્ટ બ્લેયર જવા માટે જહાજ આવજા કરે છે.

કોલકાતા, ચેન્નઈ અને દિલ્લી શહેરો સાથે આંદામાનની રાજધાની પોર્ટ બ્લેયર આવાગમન માટે સીધી વિમાન સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં આવવા માટે દરિયાઇ જહાજ એકમાત્ર અન્ય વિકલ્પ પ્રાપ્ય છે. જોકે અહીં યાત્રા કરવા માટે કેટલાક ટાપુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. એટલે કે કેટલાક દ્વીપ ખાતેજ પર્યટન માટે અનુમતિ હોય છે. આ બાબત અહીંના ખૂબસૂરત તટો અને ટાપુઓ ધરાવતા વિસ્તૃત જળ ક્ષેત્ર માટે છે.