રામનવમી

વિકિપીડિયામાંથી
રામ નવમી
ઉજવવામાં આવે છેભારત અને નેપાળના હિંદુઓ
પ્રકારહિંદુ
મહત્વરામનો જન્મ
ઉજવણીઓચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ
ધાર્મિક ઉજવણીઓપુજા, વ્રત, ઉપવાસ, હવન, દાન અને ઉજવણી
અંતચૈત્ર સુદ નવમી
તારીખચૈત્ર સુદ ૯ઢાંચો:Infobox holiday/wd
આવૃત્તિવાર્ષિક

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્‍યતિત કર્યુ.

રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે.[૪][૫] ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.[૧]

આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ​ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે.[૪][૬]

આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે.[૪][૭][૮] અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.[૯]

સંવત ૧૮૩૭માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેનાછપિયા ગામમાં રાત્રે ૧૦-૧૦ કલાકે ભગવાન સ્વામીનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Holiday Calendar, High Court of Karnataka, Government of Karnataka
  2. West Bengal Government Holidays Calendar 2017, India
  3. ૩.૦ ૩.૧ https://www.timeanddate.com/holidays/india/rama-navami
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Ram Navami BBC.
  5. The nine-day festival of Navratri leading up to Sri Rama Navami has bhajans, kirtans and discourses in store for devotees સંગ્રહિત ૭ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન Indian Express, Friday , March 31, 2006.
  6. Ramnavami Govt. of India Portal.
  7. On Ram Navami, we celebrate our love for the ideal સંગ્રહિત ૭ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન Indian Express, Monday , March 31, 2003.
  8. Shobha yatra on Ram Navami eve સંગ્રહિત ૨૦૦૯-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન Indian Express, Thursday, March 25, 1999.
  9. Hindus around the world celebrate Ram Navami today, DNA, 8 Apr 2014