છપિયા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Chhapaiya
छपिया
છપિયા
'Swaminarayan Chhapaiya
स्वामी नारायण छपिया
સ્વામી નારાયણ છપિયા'
—  village  —
અક્ષાંશ-રેખાંશ 26°57′57″N 82°23′23″E / 26.96583°N 82.38972°E / 26.96583; 82.38972
દેશ ભારત
રાજ્ય ઉત્તર પ્રદેશ
જિલ્લો Gonda
નજીકના શહેર(ઓ) Maskanva
લોકસભા મતવિસ્તાર Gonda
વિધાનસભા મતવિસ્તાર Mankapur
વસ્તી ૩,૦૦૦
લિંગ પ્રમાણ સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન ":" નો ઉપયોગ. /
સાક્ષરતા સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "%" નો ઉપયોગ.
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 320 metres (1,050 ft)

વેબસાઇટ www.chhapaiya.com

ઉત્તર પ્રદેશ રાજ્યના ગૌંડા જિલ્લામાં રામજન્મભુમિ અયોધ્યાથી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છપિયા આ સંપ્રદાયનું ખુબ મોટું તીર્થ ગણાય છે કારણ કે , આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ - પ્રાદિર્ભાવ થયેલો છે. આજે તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે. અહિં હજારો યાત્રિકો આવે છે. અહિં મુખ્ય મંદિરમાં ૧૦૦૦ જેટલા યાત્રિકોને રહેવા - જમવાની સગવડ આપવામાં આવે છે. આ ધામમાં યાત્રિકોના દર્શન માટે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ૨૫-પચ્ચીસથી વધુ જગ્યાઓ આવેલી છે.

સ્વામીનારાયણ ભગવાન, છપિયા
 1. શિખરબદ્ધ મંદિર : અહિં આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સૌ પ્રથમ મંદિરની રચના કરેલી છે. આ મંદિરમાં વાસુદેવ નારાયણ, કુંજવિહારી, રેવતી બળદેવ અને ધર્મ ભક્તિની મૂર્તિઓના દર્શન થાય છે. આ મંદિર આરસનું બનેલું છે.
 2. જન્મ સ્થાન : અહિં બંગલાઘાટનું સુંદર મંદિર છે. આ મંદિરમાં બાલ સ્વરુપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે. આ ઉપરાંત અહિં તેમની બાળલીલાના ભીંતચિત્રો પણ દર્શનીય છે. આ મંદિરમાં આજથી બે શતાબ્દિ પહેલાં જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, તે જગ્યાના દર્શન પણ થાય છે.
 3. ગંગાજળીયો કૂવો: આ કૂવો ભગવાનના ઘરની સામે જ આવેલો છે. આ કૂવાનું પાણી સ્વામિનારાયણ ભગવાન સ્વયં અનેક વાર પીતા તેથી આ કૂવો યાત્રાળુઓ માટે એક પ્રસાદિનું સ્થાન છે.
 4. આંબલીની લીલાનું સ્થાન: ભગવાન સ્વામિનારાયણનો કર્ણવેધ સંસ્કાર થયો ત્યારે બે સ્વરુપે દર્શન થયેલા. જ્યાં કાન વીંધવા જાય ત્યાં બાળપ્રભુ અદ્રશ્ય થઇ જાય અને આંબલીની ડાળ પર બેઠેલા દેખાય; આમ ત્રણ ત્રણ વાર થયેલું. આ આંબલીના વૃક્ષનાં દર્શન યાત્રાળૂઓ અવશ્ય કરે છે.
 5. ગમાણની લીલાનું સ્થાન: અહિં ઘરના ગાય - ભેંસ બાંધવાની જગ્યા હતી. બાળપ્રભુ એકવાર રિસાઇને અહિં બેસી ગયા હતા. આજે પણ એ જ્ગ્યા જેમની તેમ સચવાયેલી છે.
 6. નારાયણ સરોવર: આ સરોવર છપિયા ગામનું સૌથી મોટું તળાવ છે. અહિં ભગવાન સ્વામિનારાયણ માતા-પિતા સાથે અનેકવાર સ્નાન કરવા આવતા હતા.
 7. ધર્મ-ભક્તિ ઓટો: અહિં ભગવાન સ્વામિનારાયણના માતા-પિતા ભક્તિદેવી અને ધર્મદેવના અંતિમ સંસ્કારની સ્મૃતિછત્રીઓ આવેલી છે.
 8. કાલિદત્તવધ સ્થાન : આ સ્થાન પર ભગવાન સ્વામિનારાયણે પોતાની યોગકળા દ્વારા પોતાને મારવા આવેલા માયાવી કાલિદત્તને માર્યો હતો. તેમના બાળપણની લીલાઓ પૈકીની આ અતિપ્રસિદ્ધ લીલા છે.
 9. ત્રિકોણીયું ખેતર
 10. ચીભડાની લીલાનું ખેતર
 11. મીન સરોવર
 12. જાંબુડાનું વૃક્ષ
 13. બહિરીયો કૂવો
 14. મોક્ષ પીપળો
 15. ખાંપાતળાવડી
 16. ભુતિયો કૂવો
 17. કલ્યાણ સાગર તળાવ
 18. રામસાગર
 19. પતજીયા મહાદેવ
 20. જંગલેશ્વર મહાદેવ
 21. ગૌઘાટ
 22. શ્રવણ તલાવડી
 23. તરગામ
 24. જીરાભારી તળાવ
 25. મખોડાઘાટ

સંદર્ભો[ફેરફાર કરો]