વૈશાલી જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વૈશાલી જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કહેવાય છે કે વૈશાલીમાં જ વિશ્વમાં સૌ પ્રથમ ગણરાજ્ય એટલે કે "રિપબ્લિક" સ્થપાયું હતું. વૈશાલી જિલ્લો ભગવાન મહાવીરનું જન્મસ્થળ હોવાને કારણે જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર ધાર્મિક સ્થળ છે. વૈશાલી જિલ્લાનું મુખ્યાલય હાજીપુરખાતે આવેલું છે. વૈશાલી જિલ્લો તિરહુત વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.