સારન જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સારન જિલ્લો
બિહારનો જિલ્લો
બિહાર સારન જિલ્લાનું સ્થાન
બિહાર સારન જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યબિહાર
પ્રાંતસારન પ્રાંત
મુખ્ય મથકછપરા
તાલુકાઓ૨૦
સરકાર
 • લોક સભાની બેઠકો૧. સારન, ૨. મહારાજગંજ (સીવાન જિલ્લા સાથે)
વસ્તી (૨૦૧૧)
 • કુલ૩૯,૪૩,૦૯૮
વસ્તી
 • સાક્ષરતા72.57%
 • જાતિ પ્રમાણ949
મુખ્ય ધોરી માર્ગોNH 28B, NH 85, NH 101, NH 102, NH 19]
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

સારન જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં આવેલા ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સારન જિલ્લાનું મુખ્ય મથક છપરા ખાતે આવેલું છે. સારન જિલ્લો સારન વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.

ગંગા, ગંડક તેમ જ ઘાઘરા નદીઓથી ઘેરાયેલો આ જિલ્લો ભારત દેશ ખાતે માનવ વસવાટના કેન્દ્રો પૈકીનું એક છે. આખો જિલ્લો એક સમતળ તેમ જ ફળદ્રુપ જમીન ધરાવે છે. ભોજપુરી ભાષી ક્ષેત્રની પૂર્વીય સીમા પર આવેલો આ જિલ્લો સોનપુર મેળા માટે તેમ જ રાજનીતિક ચેતના માટે પ્રસિધ્ધ છે.

નામકરણ[ફેરફાર કરો]

પ્રાચીન કાળમાં સારન જિલ્લો એની ભૂમિ પરના જંગલોનો વિસ્તાર અને એમાં વિચરતાં હરણોને કારણે પ્રસિધ્ધ હતો. હરણ (સારંગ) તેમ જ અરણ્ય (જંગલ)ના કારણે આ વિસ્તાર સારંગારણ્ય કહેવાતો હતો, જે કાળક્રમે અપભ્રંશ પામી સારન નામે ઓળખાવા લાગ્યો. જનરલ કનિંધમ નામના એક બ્રિટિશ વિદ્વાને એવી ધારણા વ્યક્ત કરી છે કે સમ્રાટ અશોકના સમયકાળમાં અંહી ઉભા કરાયેલા ધમ્મ સ્તંભોને 'શરણ' કહેવામાં આવતા હતા, જે પછીના સમયમાં સારન તરીકે ઓળખાયા અને આ ક્ષેત્રનું નામ સારન પડ્યું. સારન જિલ્લાનું મુખ્ય મથક છપરા ઘણું જ જાણીતું સ્થળ છે. આથી જ આ જિલ્લાને છપરા જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

મહાજનપદ કાળમાં સારનનો વિસ્તાર કોસલ રાજ્યનો એક ભાગ રહ્યો હતો. કોસલ રાજ્યના ઉત્તર દિશામાં નેપાળ, દક્ષિણ દિશામાં સર્પિકા (સાઈ) નદી, પૂર્વ દિશામાં ગંડક નદી તથા પશ્ચિમ દિશામાં પાંચાલ પ્રદેશ આવેલા હતા. એના પ્રમાણે વર્તમાન સમયના ઉત્તર પ્રદેશનો ફૈજાબાદ, ગોંડા, બસ્તી, ગોરખપુર તથા દેવરીયા જિલ્લાઓ ઉપરાંત બિહાર રાજ્યના સારન ક્ષેત્રનો સમાવેશ થાચ છે. આઠમી સદીમાં અહીં પાલ શાસકોનું આધિપત્ય હતું. સારન જિલ્લાના દિધવારાની નજીક દુબૌલી ખાતેથી, મહેન્દ્રપાલ દેવના સમયનું, ઇ. સ. ૮૯૮ના વર્ષમાં લખાયેલું તામ્રપત્ર પ્રાપ્ત થયું છે.[૧] બાબરના સમયકાળમાં જ સારન પર મુઘલ સામ્રાજ્યનું આધિપત્ય સ્થપાયું હતુ. ત્યારબાદ અકબરના શાસનકાળમાં લખાયેલા આઇના-એ-અકબરીના વિવરણ અનુસાર સારન નાણાંકીય ક્ષેત્ર કર (વેરો) સંગ્રહ માટે બનાવવામાં આવેલાં ૬ ક્ષેત્રો પૈકીનું એક હતું અને એના અંતર્ગત વર્તમાન બિહાર રાજ્યના ભાગોનો સમાવેશ થતો હતો. બકસરના યુદ્ધમાં વિજય મેળવ્યા પછી ઇ. સ. ૧૭૬૫ના વર્ષમાં અંગ્રેજોને અહીનો વહીવટી અધિકાર મળ્યો. ઇ. સ. ૧૮૨૯ના વર્ષમાં પટણાને પ્રાંત બનાવવામાં આવ્યો ત્યારે સારન અને ચંપારણ જિલ્લાનો મળી એક જિલ્લો બનાવવામાં આવ્યો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧] સારન જિલ્લાનો ઇતિહાસ