લખાણ પર જાઓ

ગોરખપુર જિલ્લો

વિકિપીડિયામાંથી
ગોરખપુર જિલ્લો
ઉત્તર પ્રદેશનો જિલ્લો
ગોરખપુર જિલ્લાનું ઉત્તર પ્રદેશમાં સ્થાન
ગોરખપુર જિલ્લાનું ઉત્તર પ્રદેશમાં સ્થાન
દેશ India
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતગોરખપુર
મુખ્યમથકગોરખપુર
તાલુકાઓ
સરકાર
 • લોક સભા મતવિસ્તારોગોરખપુર, બાંસગાંવ
વિસ્તાર
 • કુલ૩,૪૪૮ km2 (૧૩૩૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૪૪,૪૦,૮૯૫[]
 • ગીચતા૧,૨૮૭.૯/km2 (૩૩૩૬/sq mi)
 • શહેરી વિસ્તાર
૬,૭૩,૫૦૦ અંદાજિત
વસ્તી વિષયક
 • સાક્ષરતા77.83%
 • લિંગ પ્રમાણ950
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીUP-53
મુખ્ય ધોરીમાર્ગોNH 28, NH 233B, NH 29
વેબસાઇટgorakhpur.nic.in

ગોરખપુર જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તે ઉત્તર પ્રદેશનો એક મુખ્ય અને સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. ગોરખપુર શહેર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૮૦૧માં આ જિલ્લો અવધના નવાબ દ્વારા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપવામાં આવેલ વિસ્તારનો ભાગ હતો. ગોરખપુર જિલ્લાની રચના તેના પછી તરફ કરવામાં આવી હતી. ૧૮૧૩માં નેપાળી ગુરખાઓના આક્રમણને કારણે ૧૮૧૪નું અંગ્રેજ-ગુરખા યુદ્ધ થયું હતું, જે ૧૮૧૬ સુધી ચાલ્યું હતું અને તેમાં ગુરખાઓએ થોડો વિસ્તાર મેળવ્યો હતો. ઇ.સ. ૧૮૨૯માં ગોરખપુર પ્રાંતની રચના આઝમગઢ અને આર.એમ. જિલ્લાઓ સાથે કરવામાં આવી હતી. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન મહંમદ હસને થોડો સમય માટે આ વિસ્તાર પર કબ્જો મેળવ્યો હતો પરંતુ અંગ્રેજ અને ગુરખા સેનાઓએ ઉત્તરમાં જંગ બહાદુર અને દક્ષિણમાં કર્નલ રોક્રોફ્ટના નેતૃત્વમાં ફરીથી વિજય મેળવ્યો હતો.[]

ગોરખપુર જિલ્લો અક્ષાંશ 26°46N અને રેખાંશ 83°22E વચ્ચે સ્થિત છે. જિલ્લાનો કુલ વિસ્તાર ૩૩૨૧ ચો.કિમી. છે. તેની ઉત્તરમાં મહારાજગંજ જિલ્લો, પૂર્વમાં કુશીનગર અને દેવરિયા જિલ્લાઓ, દક્ષિણમાં આંબેડકર નગર, આઝમગઢ અને માઉ જિલ્લાઓ અને પશ્ચિમમાં સંત કબીર નગર જિલ્લો આવેલ છે. ગોરખપુર જિલ્લો ગોરખપુર પ્રાંતમાં આવેલો છે.[]

ગોરખપુર જિલ્લો સાત તાલુકાઓનો સમાવેશ કરે છે:[]

  • કેમ્પીઅરગંજ
  • સાંજવા
  • સદર
  • ચૌરી ચોરા
  • બાંસગાંવ
  • ખાજની
  • ગોલા

વધુમાં તેને ૧૯ સંચાલન વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે:[]

  • પાલી
  • પિરૌલી
  • સાંજવા
  • ખાજની
  • ચારગાવા
  • ભથાત
  • ઘાઘા
  • ગોલા
  • કૌરી રામ
  • બાંસગાંવ
  • પિપરીચ
  • બ્રહ્મપુર
  • સરદારનગર
  • ઉરુવા
  • બારહાલગંજ
  • બેલઘાટ
  • ખોરદાર
  • કેમ્પીઅરગંજ
  • જુંગલ કૌડીઆ

જિલ્લામાં ગોરખપુર એક માત્ર નગરપાલિકા છે. સાત નગરપંચાયતોમાં પિપરીચ, ગોલા, મુન્દેરા બજાર, પાપે ગંજ, સાંજવા, બરહાલ ગંજ અને બાનીગાંવનો સમાવેશ થાય છે.

અર્થતંત્ર

[ફેરફાર કરો]

ઇ.સ. ૨૦૦૬માં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી પછાત ૨૫૦ જિલ્લાઓમાં ગોરખપુર જિલ્લાનો સમાવેશ કરાયો હતો. તે બેકવર્ડ રિજીયન્સ ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF)માંથી ભંડોળ મેળવતા દેશના ૩૪ જિલ્લાઓમાંથી એક છે.[]

ગોરખપુર જિલ્લામાં ધર્મ[]
ધર્મ] ટકા
હિંદુ
  
90.28%
ઇસ્લામ
  
9.09%
અન્ય
  
0.63%

૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ગોરખપુર જિલ્લાની વસ્તી ૪૪,૪૦,૮૯૫ છે,[] જે ક્રોએશિયા[] અથવા અમેરિકાના કેન્ટુકી રાજ્ય જેટલી છે.[૧૦] ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તી અનુસાર તે ૪૦મો ક્રમ ધરાવે છે. જિલ્લો ૧૩૩૭ વસ્તી ગીચતા ધરાવે છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વૃદ્ધિ દર ૧૭.૮૧% હતો. ગોરખપુર જિલ્લામાં જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૪૪ સ્ત્રીઓનું છે, અને સાક્ષરતા દર ૭૦.૮૩% છે.

ગોરખપુરમાં હિન્દી ભાષા બોલતા ૪૦ લાખ લોકો છે. ભોજપુરી અને દેવનાગરી લિપીની ભાષાઓ પણ અહીં બોલાય છે.[૧૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gorakhpur". મેળવેલ 26 October 2018.
  2. "NIC GORAKHPUR 2011 CENSUS". Government of India, NIC. 2020. મેળવેલ 19 May 2021.
  3. "Imperial Gazetteer2 of India, Volume 12, page 334 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૮.
  4. "Gorakhpur". મૂળ માંથી 2019-04-12 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૦.
  5. ૫.૦ ૫.૧ "ADMINISTRATION". gorakhpur.nic.in. મૂળ માંથી 2018-03-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૮.
  6. Ministry of Panchayati Raj (૮ સપ્ટેમ્બર ૨૦૦૯). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. મૂળ (PDF) માંથી ૫ એપ્રિલ ૨૦૧૨ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧.
  7. http://www.census2011.co.in/data/religion/district/559-gorakhpur.html
  8. "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Croatia 4,440,895 July 2011 est.
  10. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી ૨૧ જુલાઇ ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Kentucky 4,440,895
  11. M. Paul Lewis, સંપાદક (૨૦૦૯). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th આવૃત્તિ). Dallas, Texas: SIL International. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]