શામલી જિલ્લો

વિકિપીડિયામાંથી

શામલી જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો છે. આ જિલ્લો મુઝ્ઝફરનગર જિલ્લામાંથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ પ્રબુદ્ધ નગર તરીકે અલગ કરવામાં આવ્યો હતો અને જુલાઇ ૨૦૧૨માં તેનું નામ બદલીને શામલી કરવામાં આવ્યું હતું. શામલી જિલ્લો વહિવટી રીતે સહરાનપુર પ્રાંતમાં આવેલો છે અને શામલી તેનું મુખ્ય મથક છે, જે દિલ્હીથી આશરે ૯૨ કિમી દૂર આવેલું છે. આ જિલ્લો ફળદ્રુપ એવા દોઆબ વિસ્તારમાં આવેલો છે અને તેની ખાંડની મિલો માટે જાણીતો છે.