લખાણ પર જાઓ

સંત કબીર નગર જિલ્લો

વિકિપીડિયામાંથી

સંત કબીર નગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સંત કબીર નગર જિલ્લાનું મુખ્યાલય ખલિલાબાદમાં છે. આ જિલ્લો ઉત્તર દિશામાં સિદ્ધાર્થનગર તેમ જ મહારાજગંજ, પૂર્વ દિશામાં ગોરખપુર અને પશ્ચિમ દિશામાં બસ્તી જિલ્લાઓ વડે ઘેરાયેલ છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૬૫૯.૧૫ ચોરસ કિલોમીટર જેટલું છે. બખીરા, હૈંસર, મગહર અને ઘનઘટા અહીંના મુખ્ય સ્થળો છે. ઘાઘરા, કુઆનો અને રાપ્તી અહીંની મુખ્ય નદીઓ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]