સોનભદ્ર જિલ્લો

વિકિપીડિયામાંથી

સોનભદ્ર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સોનભદ્ર જિલ્લાનું મુખ્યાલય રોબર્ટસગંજમાં છે.

સોનભદ્ર જિલ્લો મૂળ મિર્જાપુર જિલ્લામાંથી ૪થી માર્ચ ૧૯૮૯ના દિવસે અલગ કરવામાં આવ્યો હતો. ૭,૩૮૮ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવતો આ જિલ્લો ઉત્તર પ્રદેશનો સૌથી મોટો જિલ્લો છે. આ જિલ્લો ૨૩.૫૨ તથા ૨૫.૩૨ અંશ ઉત્તરી અક્ષાંશ તથા ૮૨.૭૨ તેમ જ ૯૩.૩૩ અંશ પૂર્વી રેખાંશની વચ્ચે સ્થિત છે. જિલ્લાની સીમા પશ્ચિમ દિશામાં મધ્ય પ્રદેશ, દક્ષિણ દિશામાં છત્તીસગઢ, પૂર્વ દિશામાં ઝારખંડ તથા બિહાર તેમ જ ઉત્તર દિશામાં ઉત્તર પ્રદેશનો મિર્જાપુર જિલ્લો આવેલા છે. આ જિલ્લાની વસ્તી ૧૪,૬૩,૫૧૯ જેટલી છે તથા વસ્તીની ગીચતાનો દર ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી ઓછો ૧૯૮ વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી જેટલો છે.