લખાણ પર જાઓ

ગોપાલગંજ જિલ્લો

વિકિપીડિયામાંથી
ગોપાલગંજ જિલ્લો
બિહાર નો જિલ્લો
થાવે મંદિર નો બાહ્ય ભાગ
થાવે મંદિર નો બાહ્ય ભાગ
બિહારમાં ગોપાલગંજ જિલ્લાનું સ્થાન
બિહારમાં ગોપાલગંજ જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ (ગોપાલગંજ, બિહાર|ગોપાલગંજ): 26°27′55″N 84°26′30″E / 26.4654°N 84.4416°E / 26.4654; 84.4416Coordinates: 26°27′55″N 84°26′30″E / 26.4654°N 84.4416°E / 26.4654; 84.4416
દેશભારત
રાજ્યબિહાર
વિભાગસારન વીભાગ
મુખ્યાલયગોપાલગંજ
સરકાર
 • લોક સભાગોપાલગંજ
 • વિધાન સભાપટના
વિસ્તાર
 • Total૨૦૩૩ km2 (૭૮૫ sq mi)
વિસ્તાર ક્રમબિહાર રાજ્યમાં 26 મો જિલ્લો
વસ્તી
 (૨૦૧૧)
 • Total૨૫૬૨૦૧૨
 • ગીચતા૧૨૬૦/km2 (૩૩૦૦/sq mi)
વસ્તી વિષયક
 • સાક્ષરતા૬૫.૪૭ ટકા
 • લિંગ ગુણોત્તર૧૦૨૧
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
વાહન નોંધણીBR-28
મુખ્ય ધોરીમાર્ગોNH-28
વેબસાઇટgopalganj.nic.in

ગોપાલગંજ જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ગોપાલગંજ જિલ્લાનું મુખ્યાલય ગોપાલગંજ ખાતે આવેલું છે. ગોપાલગંજ જિલ્લો સારન વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે. ગોપાલગંજ જિલ્લાના વિજયપુર બ્લોક હેઠળનું પ્રસિદ્ધ માતા ધોબવાલ મંદિર, ભોર બ્લોક હેઠળ આવેલું ભોર વાલી માઈનું મંદિર અને ભવ્ય હથુવા રાજના રાજાઓનો ઈતિહાસ, ભૂરીશ્રવની ભૂમિ, ભોર થવે દુર્ગા મંદિર, ઘોડા ઘાટ દુર્ગા મંદિર, સિંહાસની દુર્ગા. મંદિર, બાંગ્લામુખી દુર્ગા મંદિર, શિવ મંદિર, રામબ્રિક્ષા ધામ, બુદ્ધ મંદિર, હનુમાન મંદિર મુખ્ય પ્રવાસી આકર્ષણો છે. ગોપાલગંજની ભાષા હિન્દી, ભોજપુરી છે.

ગોપાલગંજ જિલ્લો, ભારત માં ૨,૦૩૩ ચોરસ કિલોમીટર (૭૮૫ ચોરસ માઇલ) એટલે કે સ્પેનના ટેનેરાઇફ આઇલેન્ડની તુલનામાં સમકક્ષ વિસ્તાર ધરાવે છે.

શહેરી પરિષદો

[ફેરફાર કરો]

ગોપાલગંજ જિલ્લામાં ૪ શહેરી વિસ્તારો છે. ૩ નગર પંચાયત અને ૧ નગર પરિષદ. જો કે હથુઆ પણ એક શહેરી વિસ્તાર છે જે સેન્સસ ટાઉન તરીકે વર્ગીકૃત થયેલ છે પરંતુ નગરપાલિકા તરીકે ગણવામાં આવતું નથી.

ગામ પરિષદો

[ફેરફાર કરો]

ગોપાલગંજ જિલ્લામાં ૨૩૪ ગ્રામ પંચાયતો ૧૪ બ્લોકમાં જૂથબદ્ધ છે. ગોપાલગંજ જિલ્લામાં કુલ ૧૫૬૬ ગામો છે. ગોપાલગંજ જિલ્લામાં ૧૬૯ નિર્જન ગામો (કુલ ૧૫૬૬ ગામોમાંથી) છે.

મતવિસ્તારો

[ફેરફાર કરો]
  1. બૈકુંથપુર
  2. બરૌલી
  3. ગોપાલગંજ
  4. કુચાયકોટ
  5. ભોર
  6. હથુઆ
  • લોકસભા મતવિસ્તાર ગોપાલગંજ