લખાણ પર જાઓ

બટાકાં

વિકિપીડિયામાંથી
(બટાકા થી અહીં વાળેલું)

બટાકું
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): દ્વિદળી
(unranked): યુડિકોટ્સ
(unranked): એસ્ટરિડ્સ
Order: સોલેનેલ્સ
Family: સોલેનેસી
Genus: સોલેનમ
Species: ટ્યુબરોઝમ
દ્વિનામી નામ
સોલેનમ ટ્યુબરોઝમ (Solanum tuberosum)
કેરોલસ લિનિયસ (L.)

બટાકાં (બટાટાં, બટેકાં, બટેટા) (એકવચન: બટાકું, બટાટું, બટેટું; હિંદી: आलू; અંગ્રેજી: Potato) એક શાક છે. વનસ્પતિ વિજ્ઞાનની દૃષ્ટિએ આ એક પ્રકાંડ (થડ) છે. તેનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ અમેરિકાનો પેરૂ દેશ છે. બટાકાં તે ઘઉં, ધાન્ય તથા મકાઈ પછી સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. ભારતમાં તે વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં ઉગાડાય છે. ત્યાર પછી પંજાબ,ગુજરાત,હરિયાણા,દિલ્લી,મ.પ્ર.,વગેરે જેવાં રાજ્યોમાં પણ નોંધપાત્ર ઉત્પાદન થાય છે. સૌથી શ્રેષ્ઠ બટાટા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થાય છે.બટાટા જમીનની નીચે પાકે છે. બટાકાંના ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

અમેરિકી વૈજ્ઞાનિકોએ એક સંશોધનથી એ નિષ્કર્ષ કાઢ્યો કે પેરૂના ખેડૂતો આજથી લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાંથી બટાકાં ઉગાડી રહ્યા છે. સોળમી સદીમાં સ્પેને પોતાના દક્ષિણ અમેરિકી ઉપનિવેશોથી બટાકાંને યુરોપ પહોંચાડ્યાં તેના પછી બ્રિટન જેવા દેશોએ બટાકાંને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી દીધાં. આજે પણ આયરલેન્ડ તથા રશિયાની અધિકાંશ જનતા બટાકાં પર નિર્ભર છે. ભારતમાં બટાકાં સૌથી લોકપ્રિય શાક છે.

રસોઈમાં

[ફેરફાર કરો]

બટાકાંમાંથી અનેક ખાદ્ય સામગ્રીઓ બને છે જેમકે બટાકાવડા, વડાપાવ, ચાટ, બટાટા ભરી કચોરી, ચિપ્સ, ફ્રેંચફ્રાઇસ, સમોસા, ટિક્કી, વિગેરે. બટાકાંને અન્ય શાક સાથે મેળવીને જાત જાતની વાનગીઓ અને શાક બનાવાય છે.બટાટા એ બધાં પ્રકારનાં શાકભાજીમાં સૌથી વધુ મિલનસાર છે, અર્થાત્ તે લગભગ દરેક શાક સાથે મિક્સ કરીને તેનું શાક બનાવી શકાય છે.બટાટાનું શાક બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સૌનુંં માનીતું શાક છે.બટાટા વગર શાકભાજીની કલ્પના કરવી મુશ્કેલ છે.

આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષ

[ફેરફાર કરો]

સન ૨૦૦૮ ને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષના રૂપમાં મનાવવાનો નિર્ણય લેવાયો હતો.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]