વડાપાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વડાપાવ (વડાંપાંવ)
Jumbo Vada Pav (dodged).jpg
ઉત્પતિ
મૂળ ઉત્પતિ સ્થાન ભારત
ક્ષેત્ર કે રાજ્ય મહારાષ્ટ્ર
વાનગીની માહિતી
પીરસવાનો સમય નાસ્તો
મુખ્ય સામગ્રી મસાલેદાર બટાકાનાં તળેલાં વડાં


વડાપાવ એ એક જલદ ખાધ્યપદાર્થ (ફાસ્ટ ફુડ)ની શ્રેણીમાં આવતી વાનગી છે. આ વાનગીને મહારાષ્ટ્રનો બર્ગર પણ કહી શકાય છે. વડાંપાંવ મુંબઈ પરિસરમાં અતિશય લોકપ્રિય છે. આ વડાપાવમાં વપરાતાં વડાં એટલે બટેટાવડાં નહીં કે મેદુવડાં. ગુજરાતીમાં આ વાનગીને વડાંપાંવ તરીકે ઓળખી શકાય પણ મહારાષ્ટ્રમાં આ ને વડાપાવ તરીકે ઓળખાય છે અને તેના મૂળ સ્થાનીય નામ અનુસાર વડાપાવ તરીકે આલેખમાં તેને સંબોધાયો છે

ઇતિહાસ[ફેરફાર કરો]

વડાપાવના વડા પહેલી વાર શ્રીમંત માધવરાવ પેશ્વા -૧ના સમયકાળમાં બનાવવામાં આવ્યાં.

ટૂંકમાં કૃતિ[ફેરફાર કરો]

વડાંપાંવ અને લસણની સૂકી ચટણી

આ પદાર્થના બે મુખ્ય ભાગ છે વડાં અને પાંવ. બાફેલા બટેટાને મસળી, તેમાં લીલું મરચું, કોથમીર, આદુ, હળદર વગેરે મિશ્ર કરી. તેમાં મીઠા લીમડા, રાઈ, હિંગ, અડદની દાળ વગેરેનો વઘાર કરવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલા માવાના ગોળા કરી, તેને બેસન (ચણાનો લોટ)ના ખીરાંમાં બોળી, ઉકળતા તેલમાં તળી લેવામાં આવે છે. પાંવ ઘરમાં નથી બનાવાતા, તેને બેકરીમાંથી ખરીદીને લવાય છે. આ પાંવનો એક વિશિષ્ટ સ્વાદ હોય છે. આ પાંવને વચ્ચેથી કાપીને તેમાં લસણની સૂકી ચટણી કે અન્ય કોઈ ચટણી લગાડી, તેમાં વડું મૂકી ખવાય છે.

સુધારીત આવૃત્તિ[ફેરફાર કરો]

આજ કાલ વડા પાવના પાવને ગ્રીલ કરી, તેમાં ચીઝ ઉમેરી, માખણ (બટર) માં શેકી, સૂકી લસણની ચટણીને બદલે તીખી કે મીઠી ચટણી ઉમેરી વેચાય છે. સામાન્ય પાવને બદલે બર્ગરના ગોળાકાર પાવ અને થોડોક મોટો વડો બનાવી જમ્બો વડા પાવ નામે વેચાય છે.

વડાંપાંવ મળવાનાં લોકપ્રિય સ્થાન[ફેરફાર કરો]