બટેટાવડાં
Appearance
બટેટાવડાં અથવા બટાકાવડાં એ ભારતીય ઉપખંડમાં ખાવા માટે વપરાતી એક તળીને બનાવવામાં આવતી વાનગી છે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં બટાકાવડાં એક અત્યંત લોકપ્રિય ફરસાણ/નાસ્તો છે.
બટેટાવડાં તેલમાં તળીને બનાવાતી વાનગી છે. તે દેખાવમાં ગોળાકાર હોય છે. તેની બહારનું આવરણ ચણાના લોટના ખીરાનું હોય છે, જે તળાતા સખત બની જાય છે. તેની અંદર બાફેલા અને વઘાર કરેલા બટાકાંનું મસાલાયુક્ત મિશ્રણ હોય છે.
રીત
[ફેરફાર કરો]- બાફેલા બટેટાંને છૂંદીને માવો બનાવો.
- આમાં લીલા મરચાં, આદુ, (ગમે તો લસણ), મીઠું વાટીને મિશ્ર કરો. તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.
- એક વધારીયામાં તેલ લઈ તેમાં અડદની દાળ, રાઈ, આખા ધાણા, હિંગ, હળદર અનુક્રમે નાખીને વધાર તૈયાર કરો.
- વધારને માવા પર રેડી દો. તેમાં તૈયાર કરેલ મસાલો ઉમેરી ભેળવી દો.
- આના મુઠ્ઠી આકારના ગોળા વાળો.
- ચણાના લોટનું ખીરું તૈયાર કરો તેમાં મરચું મીઠું અને હળદર ઉમેરો.
- તૈયાર કરેલ ગોળાને ખીરામાં ડુબાડી તેલમાં તળવા મુકો.
- જો કે વઘાર આવશ્યક નથી, ઘણી વખત બટાકાવડાંનો માવો વઘાર કર્યા વગર જ તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં જો વઘાર કરવામાં પણ આવે તો તે વઘારમાં અડદની દાળ વાપરવામાં આવતી નથી. મહદંશે દક્ષિણ ભારતમાં વઘારમાં અડદની કે ચણાની દાળ મુકવાનો રિવાજ છે. ગુજરાતમાં કોઈપણ જાતના વઘારમાં મોટેભાગે રાઈ, જીરું અને અજમો જ વપરાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |