વડાં
મેંદુ વડાં | |
અન્ય નામો | વડા, વડૈ |
---|---|
ઉદ્ભવ | દક્ષિણ ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, શ્રીલંકા |
મુખ્ય સામગ્રી | અડદ કે બટેટા , કાંદા |
|
વડું એક તાજું ફરસાણ છે. તેને બહુવચનમાં સામાન્ય રીતે વડાં કહેવામાં આવે છે. તેને વડૈ કે વડે તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧] ભારતમાં આના મુખ્ય પ્રકાર છે: પશ્ચિમ ભારતમાં શાકભાજીઓના માવાને ખીરામાં કે પુરી કે બ્રેડ જેવા પડમાં નાખી તળવામં આવે છે આ ઉપરાંત દાળને વાટીને તેનું ખીરું બનાવી તેના વડાં તળવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતમાં દાળને પલાળી તેમાં જોઈએ તે મસાલા ઉમેરીને તળવામાં આવે છે.
વર્ણન
[ફેરફાર કરો]વડાંનો આકાર અને કદ બદલાતાં રહે છે. તેઓ વચ્ચે કાણાંવાળા, ચપટા તક્તિ જેવાં, દડા જેવા ૫ થી ૮ સેમી વ્યાસના હોઈ શકે છે. આને અડદની દાળ, ચણાની દાળ, ચણાનો લોટ કે બટેટામાંથી બનાવાય છે.
વડાં પ્રાચીન દક્ષીણ ભરતીય વાનગી છે[૨]. વડાં ઘેર બનાવી શકાય છે પણ તે ભારત અને શ્રીલંકાની એક સામાન્ય, લારીએ અને ગલીએ-ગલીએ મળતી વાનગી છે. દક્ષીણ ભારતના વડાં સામાન્ય રીતે સવારનો નાસ્તો હોય છે, પરંતુ ગલીઓઓમાં, રેલ્વે સ્ટેશનો પર તે નાસ્તા તરીકે મળે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]વડાંનું ઉદ્ગમ અજ્ઞાત છે.
બનાવટ
[ફેરફાર કરો]દાળમાંથી બનતા વડાં બનાવવા દાળને પલાળીને તેનું ખીરું બનાવવામાં આવે છે. તેમાં મસાલા ઉમેરવામાં આવે છે જેમ કે વઘારેલી રાઈ, લીમડો વગેરે. જ્યારે બટેટા કે અન્ય શાકભાજીના વડાં બનાવવા તેમને બાફીને માવો તૈયાર કરાય છે. તેમાં મસાલા ભેળવીને ખીરું કે અન્ય આવરણ લગાડી તળી લેવામાં આવે છે. તેમાં આદુ, મરી, મરચું, ઉમેરવામાં આવે છે. તેમને હલક બનાવવા માટે તેમાં ખાવાનો સોડા ઉમેરવામાં આવે છે. [૩] એક એક વડાંને ત્યાર બાદ તળી લેવામાં આવે છે.
તેને તેલમાં તળાતાં હોવા છતાં આદર્શ વડાં તળાઈ ગયાં બાદ ખૂબ તૈલી ન હોવા જોઈએ. વડાંની અંદર તૈયાર થતી બાષ્પ તેલને બહાર કાઢી દેવા સક્ષમ હોવી જોઈએ.
પીરસવું
[ફેરફાર કરો]દક્ષીણ ભારતમાં વડાં મોટેભાગે અમુક મુખ્ય વાનગીઓ જેવીકે ઢોસા, ઈડલી કે પોંગલની સાથે પીરસાય છે. આજકાલ વડાં મુખ્ય ખોરાક તરીકે એકલા પણ ખાવામાં આવે છે, પરંતુ દક્ષીણ ભારતીય લોકો એને અમુક અન્ય ખોરાક સાથે જ (ગુજરાતી ફરસાણની જેમ) જ લે છે. દક્ષીણ ભરતમાં મુખ્ય ભોજન તરીકે વડાં બનાવાતા કે ખવાતા નથી. આને તળીને તાજા ખવાય છે કેમકે ત્યારે તે કરકરા હોય છે. આને ચટણી, સાંબાર કે દહીં સાથે ખવાય છે.
વિવિધરૂપ
[ફેરફાર કરો]વડાંના મુખ્ય પ્રકાર આ મુજબ છે:
- મેંદુવડાં (ઉદીના વડે (કન્નડઃ ಉದ್ದಿನ ವಡೆ), ઉલ્લુન્દુ વડાં (Tamil: உளுந்து வடை) ઉળૂન્નુ વડાં (મલયાલમ: ഉഴുന്നു വട)), એ અડદની દાળમાંથી બનતા વડાં છે. આમાં વચમાં કાણું હોય છે. ઉત્તર અને દક્ષીણ ભારતમાં આ વડાં સામાન્ય છે.[૪]
- દાલવડાં : 'મસાલા વડે' (કન્નડ) 'મસાલા વડાં' (તેલુગુ) 'પરુપ્પુ વડૈ' (તમિળ: பருப்பு வடை; મલયાલમ: പരിപ്പ് വട). એક પ્રકારના દાળવડાં, જેનો મુખ્ય ઘટક તુવેર દાળ છે. આને આખી તુવેરમાંથી બનાવાય છે અને આનો આકર ચપટો હોય છે. આ વડાંને તામિલનાડુમાં આમઈ વડૈ પણ કહે છે. (તમિળ ஆமை வடை, અર્થાત "કાચબા" વડાં) [૫]
અન્ય પ્રકરના વડાં છે:
- મદ્દુર વડે (કન્નડ: ಮದ್ದೂರು ವಡೆ) કર્ણાટકમાં કાંદામાંથી બનતા એક પ્રકારના વડાં. અન્ય વડાંની અપેક્ષાએ આ વડાં મોટાં, ચપટાં અને કરકરાં હોય છે. આમાં વચમાં કાણું નથી હોતું.
- આંબોડે, આને ચણાની દાળમાંથી બનાવાય છે
- દહીં વડાં (दही वडा- Hindi) આ વડાં પ્રાય: મગની કે અડદની દાળને પલાળી, ખીરાંને તળીને બનાવેલા વડાંને પાણીમાં પલાળી દહીંમાં બોળીને ખવાય છે.
- એરુલ્લી બજ્જી (કન્નડઃ 'ಈರುಳ್ಳಿ ಬಜ್ಜಿ’) વેન્ગાય વડૈ (Tamil வெங்காய வடை હિંદી પ્યાઝ વડાં; મલયાલમ ઉલી વડાં), જે કાંદા વાપરીને બનાવવામાં આવે છે.
- મસાલા વડાં, નરમ અને કરકરા વડાં.
- રવા વડાં, રવામાંથી બનતા વડાં.
- બોન્ડા, કે બટેટા વડાં, બટેટા, લસણ અને મસાલા નાખીને ખીરામાં બોળીને તળાતા વડાં. આને પાઉં સાથે પણ ખવાય છે. અમુક ક્ષેત્રોમાં આને બોન્ડા કહેવાય છે.
- સાબુદાણા વડાં સાબુદાણામાંથી બનતા વડાં જે મહારાષ્ટ્ર અને ગુજરાતની લોકપ્રિય વાનગી છે. ગુજરાતમાં ખાસ કરીને તે ફરાળમાં ખાવામાં આવે છે.
- થવલા વડાં, વિવિધ પ્રકારની દાળ મિશ્ર કરી બનેલા વડાં.
- કીરઈ વડાં (પાલક વડાં) આ વડાં ભાજીઓમાંથી બનાવવામાં આવે છે.
- વડાંપાવ, આમાં વડાંને પાવની વચ્ચે મુકીને ખાવા અપાય છે. મુંબઈની આ પ્રખ્યાત વાનગી છે.
- ખીમા વડાં, આ વડાં છૂંદેલા માંસમાંથી બને છે.
- ભાજણીના વડાં: આ વડાં બાજરી, જુવાર, ઘઉં, ચોખા, ચણાની દાળ, જીરું, ધાણા, વાપરી બનાવાય છે. આ વડાં મહારાષ્ટ્રમાં બનાવાય છે અને તે સ્વાસ્થ્ય વર્ધક છે.
ચિત્રમાળા
[ફેરફાર કરો]-
પાલખ વડા
-
મેદૂ વડા
-
વડા પાવ
-
બટેટા વડા
-
મસાલ વડા
-
મેદૂર વડા
-
દહીં વડા
-
ઈડલી સંબાર વડા
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://books.google.com/books?id=YUXjA3RayhoC&lpg=PA33&ots=nl7QtXWM5r&dq=is%20vadai%20dravidian&pg=PA34#v=onepage&q=vadai&f=false Vadai a dravidian origin
- ↑ "The Hindu : Sci Tech / Speaking Of Science : Changes in the Indian menu over the ages". મૂળ માંથી 2010-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-09.
- ↑ Vada recipe
- ↑ "Uzhundhu Vada Recipe". મૂળ માંથી 2012-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-09.
- ↑ "Parippu Vada (Dal Vada) Recipe". મૂળ માંથી 2012-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-09.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વડૈના વિવિધ પ્રકારો સંગ્રહિત ૨૦૦૮-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન
- વન પેજ કુક બુક - વડાં
- વડૈની બનાવટ