લખાણ પર જાઓ

ઢોસા

વિકિપીડિયામાંથી
ઢોસા (ડોસા કે દોસા)
ઢોસા
અન્ય નામોદોસે, દોસાય, દોસાઈ, ઢોશા, થોસાઈ, તોસૈ
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યઆંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ
મુખ્ય સામગ્રીચોખા અને અડદ
વિવિધ રૂપોમસાલા ઢોસા, રવા ઢોસા, કાંદા ઢોસા, નીર ઢોસા

ઢોસા એ એક પ્રકારનો પૂડલો છે જેને ચોખા અને અડદ વાપરીને બનાવાય છે. આ એક દક્ષિણ ભારતીય ખોરાકની પરંપરાગત વાનગી છે જે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. કોંકણ ક્ષેત્રમાં પણ આ પદાર્થોના બનતા પૂડા પ્રચલિત છે અહીં તેને કોંકણીમાં પોલે અને મરાઠીમાં તેને આમ્બોલી કહે છે. આ વાનગી કાર્બોદિત (કાર્બોહાયડ્રેટ્સ) અને નત્રલ (પ્રોટીન)થી સમૃદ્ધ છે, તેને સવારના નાસ્તા કે રાત્રિભોજન તરીકે ખવાય છે. એમ મનાય છે કે તેનું મૂળ ઉત્પતિ સ્થાન કર્ણાટકના ઉડુપીની મંદિર ગલીઓ છે.[][][][][][]. ઈ.પૂ. ૧૦૦ થી ઈ.સ. ૩૦૦ વચ્ચે લખાયેલ તામિલનાડુના સંગમ સાહિત્યમાં અને છઠ્ઠી શતાબ્દીની આસપાસ લખાયેલ ઈદાઈછંગમ સાહિત્યમાં પણ ઢોસાનો ઉલ્લેખ મળી આવે છે. [] [][][૧૦].

વિવિધ પ્રદેશોમાં ઢોસાનું ઉચ્ચારણ વિવિધ રીતે થાય છે. જેમકે : દોસા, ઢોસા, દોસેય, દોસૈ, ઢોસાઈ, તોસાઈ, થોસાઈ કે દ્વાસી, મલેશિયા અને સિંગાપુરમાં બોલાતા તમિલ સંસ્કરણમાં આને થોસાઈ કહે છે.

સામગ્રી

[ફેરફાર કરો]
  1. ચોખા - ૨ ભાગ (ઈડલી રાઈસ તરીકે જાણીતા તેલીયા ચોખા (બોઇલ્ડ રાઇસ) આદર્શ)
  2. અડદની દાળ - ૧ ભાગ (ગોટા અથવા છોતરા વગરની)
  3. મેથીના દાણા- થોડા

તૈયારી

[ફેરફાર કરો]
  1. ચોખા + મેથી અને અડદની દાળને અલગ અલગ પલાળો (ઓછામાં ઓછું ૪ કલાક)
  2. પ્રથમ અડદની દાળ વાટો અને પછી ચોખા.
  3. આ બન્નેને મિશ્ર કરી ખૂબ ફીણો અને તેને આથો લાવવા ૧૨ કલાક હૂંફાળી જગ્યાએ મૂકી રાખો.
  4. તૈયાર થયેલ મિશ્રણમાં થોડું મીઠું ઉમેરો.
  5. તવા પર થોડું તેલ લગાડો, તવો ગરમ કરો.
  6. તવાપર ખીરું પાથરી ઢોસો બનાવો સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકો.
  7. બીજા ઢોસા પાથરતાં પહેલા તવાની સપાટીને ભીનું કપડું ફેરવી ઠંડી પાડો, આમ કરતાં ઢોસો સરખો પથરાશે.

આ વાનગીમાં ચોખાને ઈડલીના ખીરા કરતા વધુ ઝીણુ પીરસવામાં આવે છે. આ સાથે ચોખા અને અડદના પ્રમાણમાં પણ વધારો કરાય છે. આ બનાવટમાં અમુક લોકો ઉકડા ચોખા પ્ણ વાપરે છે. અમુક સમયે અડદને બદલે મેંદો વાપરી મૈદા ઢોસા કે ચોખા અને અડદની દાળને બદલે રવો (સોજી) વાપરી રવા ઢોસો પણ બનાવાય છે.

આ ખીરાને ચમચા વડે તેલ લગાડેલા ગરમ કરેલ તવા પર પાથરી ને તેના પાતળા પૂડલા બનાવો. આને સોનેરી રંગ મળે ત્યાં સુધી શેકો. તેને વાળીને કે રોલ બનાવી પીરસો. જો ઢોસા જાડા પાથર્યા હોય તો બંને બાજુએ શેકો.

પીરસવાની પદ્ધતિ

[ફેરફાર કરો]

આમતો ઢોસા સવારના નાસ્તામાં ખવાય છે, પણ દિવસના કોઈ પણ સમયે ખાઈ શકાય છે. જે લોકોને ઘઉંની એલર્જી કે ગ્લુટેન પ્રત્યે જે લોકો સંવેદનશીલ હોય તેમના માટે ઢોસા એક વરદાનરૂપ વાનગી છે. ઢોસામાં વિવિધ પ્રકારના શાક ભરીને મસાલા ઢોસા બનાવી શકાય છે. એક વખત પ્રારંભીક તૈયારી થઈ ગઈ હોય તો ઢોસા તુરંત તૈયાર થતી વાનગી છે.

ઢોસા સાથે ખવાતી સામાન્ય વસ્તુઓ:

  • સંભાર (સાંબાર)
  • ભીની ચટણી, મોટે ભાગે નાળિયેરની ચટણી
  • મિલગાઈ પુડી તરીકે ઓળખાતી સુકી ચટણી (નાળિયેરના તેલ ઉમેરીને)
  • અથાણું
  • દહીંમાં મીઠું અને મરચું ઉમેરીને
  • મુદ્ધા પપ્પુ (ઘણું ઘી ઉમેરેલી દાળ) (આ રીતે તે આંધ્ર પ્રદેશમાં ખવાય છે)

વિવિધ રૂપો

[ફેરફાર કરો]
ઘરે બનેલો નીર ઢોસો, નાળિયેરની ચટણી સાથે
ગુંટુરના એક આહારગૃહમાં પીરસાયેલો રવા ઢોસો


ઢોસાનો ઉલ્લેખ મુખ્યત્વે ચોખા અને અડદની દાળના બનેલ પૂડલા માટે જ થાય છે પણ અનેક વિવિધ પ્રકારના પદાર્થો વાપરી ઢોસા બનાવાય છે.

  • ઈંડા ઢોસા - ઢોસા પર ઓમલેટ પાથરીને બનતી વાનગી.
  • મરચા ઢોસા - chilli powder is spread on the dosa.
  • ઓપન ઢોસા - ઢોસા રાંધતી વખતે તેના પર ચટણી ચોપડી ઉપર બટેટાની સુકી ભાજી લગાડી પીરસાય છે.
  • ઓનીયન ઢોસા (કાંદા) - ઢોસા પર જીણા સમારેલા કાંદા અને ગ્રેવી ઢોસા પર લગાડી બનાવાય.
  • ઘી (થુપ્પા/નેય) ઢોસા - તેલને બદલે ઘી વાપરી શેકાતો ઢોસો.
  • બટર ઢોસા - તેલને બદલે માખણ વાપરી શેકાતો ઢોસો.
  • રોસ્ટ - પાતળા ઢોસા પાથરી ને વધુ પડતા શેકીને બનાવાતો કરકરો ઢોસો.
  • ફેમેલી રોસ્ટ બે થી ત્રણ ફીટ લાંબો ઢોસો.
  • પેપર ઢોસા - પાતળો અને લાંબો ઢોસો જે બે ફૂટ જેટલો મોટો હોઈ શકે.
  • ગ્રીન ઢોસા - લીલા શાક અને ફુદીનાની ચટણી ભરેલો ઢોસો
  • ચાવ-ચાવ ઢોસા - ભારતીય સ્વાદના નુડલ્સ ભરેલા ઢોસા.
  • ચીઝ ઢોસા - ચીઝ ભરેલા ઢોસા.
  • મસાલા ઢોસા - કાંદા-બટેટાનું મિક્સ શાક ભરેલા ઢોસા
  • રવા ઢોસા - રવો કે સૂજી વાપરીને બનાવેલો ઢોસો, આના ખીરાને આથો લાવવાની જરૂર નથી.
  • ઘઉં ઢોસા - ઘઉંનો લોટ વાપરી બનાવાતા ઢોસા, જેને નારિયેળની ચટણી સાથે પીરસાય છે.
  • વેલ્લા ઢોસા - ગોળ-ઘી વાપરીને બનતા મીઠા ઢોસા.
  • રાગી ઢોસા - રાગી (એક પ્રકારનો બાજરો) વાઅપરી બનાવાતા ઢોસા, જેને ગરીબોનું અન્ન કહે છે.
  • મુત્તાઈ ઢોસા - હમેંશના ઢોસાના ખીરામાં ઈંડા ઉમેરીને બનતા ઢોસા. તમિળ ભાષામાં મુત્તાઈ એટલે ઈંડા.
  • ઉથ્થપમ/ઉત્તપમ - તામિઅલનાડુમાં બનતા જાડાં ઢોસા કે ઉત્તપા.
  • સેટ ઢોસા - કર્ણાટકમાં આ ઢોસા પ્રક્યાત છે, જે એકજ બાજુ શેકાય છે અને હમેંશા જોડીમાં પીરસાય છે માટે આવું નામ છે.
  • બેન્ની ઢોસા - મસાલા ઢોસા જેવાઅ પણ આકારમાં નાના.આના પર છૂટથી માખણ નકાય છે. કેહે છે કે આની શરૂઆત કર્ણાટકના દાવણગિરી જિલ્લામાં થયો
  • કેબેજ (કોબી)ઢોસા - કોબી વાપરી બનેલા ઢોસા. આના ખીરામાં ચોખા, લાલ મરચું, હિંગ અને હળદર વપરાય છે. એક વખત ખીરું તૈયાર થયા પછે ઢોસા બનાવવાના અડધા કલાક પહેલાં તેમાં કોબી ઉમેરાય છે. અને કરકરા ઢોસા ઉતારાય છે
  • નીર ઢોસા - તુલુ ક્ષેત્રમાં માત્ર ચોખા વાપરીને બનતા ખાસ ઢોસા.
  • ૭૦મિમી ઢોસા - મસાલા ઢોસા, પણ મોટા આકારમાં, લગભગ ૬૦ સેમી વ્યાસ.
  • અમેરીકન ચોપ્સી ઢોસા -મસાલાને બદલે તળેલા નુડલ્સ અને ટોમેટો કેચ અપ વાપરી બનેલા ઢોસા[૧૧][૧૨][૧૩].

મસાલા ઢોસા

[ફેરફાર કરો]
મસાલા ઢોસા ક્વાલા લુમ્પુર, મલેશિયાની હોટેલમાં પીરસેલા મસાલા ઢોસા'
મસાલા ઢોસાનો મસાલો

ભારતના પ્રખ્યાત મસાલા ઢોસાની ઉત્પતિ કર્ણાટકના ઉડુપીમાં થયેલી મનાય છે.[૧૪]

કહેવાય છે પ્રાચીન સમયમાં માત્ર બટેટાની ભાજી ઢોસા સાથે અલગ વાડકામાં અપાતી. અમુક સમયે બટેટાની અછત થઈ પડી ત્યારે કાંદા સાથે મિશ્ર કરી બટેટાની ભાજી બનાવવાની શરૂઆત થઈ. હિંદુ અને જૈન ધર્મમાં કાંદા પર બાધ હોવાથી આવી ભાજીની ભાજી ખુલી રીતે ન પીરસાતી. તેને ઢોસાની અંદર છુપાવીને અપાતી[સંદર્ભ આપો]. લોકોને આ નવા પ્રકારનો ઢોસો પસંદ પડ્યો. તે મસાલા ઢોસા તરીકે પ્રચલીત બન્યો[સંદર્ભ આપો].

મસાલા ઢોસાના વિવિધ રૂપો:

  • મૈસૂર મસાલા ઢોસા: મસલા ઢોસો જેના પર ચટણી લગાડીને મસાલો પથરાય છે.
  • વેજીટેબલ મસાલા ઢોસા: આમાં બટેટાને બદલે,વટાણા અને અન્યશાકને છૂંદીને ભાજી બનાવાય છે.
  • રવા મસાલા ઢોસા: રવા ઢોસા ખાસ કરીને બોમ્બે રવા [૧૫], વાપરીને બનતો મસાલો ઢોસો.
  • ચાયનીસ મસાલા ઢોસા: ઢોસા પર શેઝવાન જેવા ચાયનીઝ પદાર્થો વાપરી બનતો ઢોસો.
  • પનીર ચીલી ઢોસા: ઢોસા માં પનીર અને કેપ્સીકમ વાપરી બનેલા ઢોસા.
  • પાલક મસાલા ઢોસા: ઢોસા પર પાલકની પેસ્ટ લગાડી તેના પર કાંદા બટેટાની ભાજી લગાડેલ ઢોસા.

મૈસુર મસાલા ઢોસો, નારિયેળ અને કાંદા બંનેની ચટણી સાથે પીરસાય છે. બેંગલોરમાં મસાલા ઢોસાની અંદરની સપાટી પર લાલ ચટણી લગાડી પીરસાય છે. આને લીધે બેંગલોરના ઢોસાને ખાસ સ્વાદ આવે છે. આ ચટણીમાં લસણની સારી માત્રા હોય છે (પરંપરાગત રીતે બ્રાહ્મણ કુટુંબમાં લસણ વપરાતું નથી), જ્યારે તેને ઘીમાં શેકાય છે ત્યારે સુંદર સોડમ આપે છે. હાલના વર્ષોમાં તે આખા કર્ણાટકમાં લોકપ્રિય બન્યો છે. દવાનાગેરે બેને મસાલા ઢોસા એક અન્ય પ્રકારનો લોકપ્રિય ઢોસો છે જેમાં માખણની ચિક્કાર માત્રા વપરાય છે. આમાં અન્ય કોઈ મસાલા ન વપરાતા માત્ર બાફેલા બટેટા વપરાય છે.

સમાંતર વાનગીઓ

[ફેરફાર કરો]
  • પસારટ્ટુ - મગદાળમાંથી બનતી ઢોસા જેવી વાનગી; આ વાનગી આંધ્ર પ્રદેશની વાનગી છે. આના વિવિધ રૂપો છે અ) પલાળેલા આખા મગને પલાળીને બનતા લીલા રંગના બનતા પસારટ્ટુ, અને, બ) પીળા રંગની છોતરા વગરની મગની દાળ કે મોગર દાળના સોનેરી રંગના પસારટ્ટુ. આ બનેં પ્રકારના પસારટ્ટુ આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે તેને આદુ અને આમલીની ચટણી સાથે પીરસાય છે.
  • અડાઈ - અડદની, ચણાની અને મગની દાળ મિશ્ર કરી બનતા ઢોસા.
  • ઉતપમ કે ઉતપ્પા — એક જાડો ઢોસો. જે આકારમાં નાનો હોય છે. તે ક્યારેક ચોખા અને ક્યારેક ચોખા અને દહીં મેળવી બનાવાય છે. આની કિનારી પતલી અને વચ્ચે જાડું હોય છે.

દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ

[ફેરફાર કરો]
સાદો ઢોસો બનાવતા દર્શાવેલો વિડિયો

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-07.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-07.
  3. http://books.google.co.in/books?id=dFm-WunfbmoC&pg=PA132&dq
  4. http://books.google.co.in/books?id=BuvwbcTTx2MC&pg=PA255&dq
  5. http://books.google.com/books?id=swNuAAAAMAAJ&q=%22Dosa%22+%22indigenous%22+%22Karnataka%22&dq=%22Dosa%22+%22indigenous%22+%22Karnataka%22&pgis=1
  6. http://books.google.com/books?id=orHWFRMKf4EC&pg=PA21&dq=%22[હંમેશ માટે મૃત કડી]
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-07.
  8. http://books.google.co.in/books?id=7LYHFGLJQNQC&pg=PA11&lpg=PA11&dq=dosa+tamil+sangam+literature&source=bl&ots=YQU90Q3S-Y&sig=GxjnK3AqOKyq2Kjzleav52CbVFQ&hl=en&ei=GlI6SpfXGYP6kAWRxcicDQ&sa=X&oi=book_result&ct=result&resnum=2#PPA11,M1
  9. www.fermented-foods.net/pdfs/rules.pdf
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-07.
  11. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-07.
  12. http://www.themangogrove.com/mangogrove/home.nsf/Web/Dosai?OpenDocument
  13. http://www.mahalo.com/Dosa
  14. http://books.google.com/books?id=sEhJBfbhTAAC&pg=PA254&dq
  15. "Rava Dosa Receipe". મૂળ માંથી 2011-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-07.