કચોરી

વિકિપીડિયામાંથી
કચોરી
ગુજરાતી પદ્ધતિની લીલવા કચોરી
અન્ય નામોકચૌડી
વાનગીનાસ્તો
ઉદ્ભવપાકિસ્તાન, ભારત
વિસ્તાર અથવા રાજ્યરાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ (પાકિસ્તાન)
મુખ્ય સામગ્રીઘઉંનો લોટ કે મેંદો , બટેટા
વિવિધ રૂપોલચ્છેદાર કચોરી, ઉપવાસની મીઠી કચોરી , દહીં-ખીરેકી કચોરી[૧]

કચોરી કે કચૌરી કે કચોડી કે કચુરી એ એક મસાલેદાર વાનગી છે, જે ભારત અને પાકિસ્તાનના ઘણાં ભાગમાં લોકપ્રિય છે જેવા કે ઉત્તર પ્રદેશ,રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત, અને પંજાબ જેવા ભારતીય ક્ષેત્રો અને પંજાબ (પાકિસ્તાન) જેવા પાકિસ્તાનનાં ક્ષેત્રો.

વિવિધ રૂપ[ફેરફાર કરો]

નવી દિલ્હી ભારતમાં પીરસાયેલ કચોરી

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની કચોરી અત્યંત પ્રખ્યાત છે. એમ મનાય છે કે આ બંનેમાંથી એક રાજ્ય કચોરીનું ઉદ્ગમ સ્થળ છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની કચોરી મોટે ભાગે ચપટી ગોળાકાર હોય છે. તેનું પડ મેંદાનું બનેલું હોય છે અને તેમાં મગની દાળ, અડદની દાળ, બેસન, મરી, મરચું મીઠું આદિ મિશ્ર કરીને બનાવાય છે. રાજસ્થાનમાં પ્યાજ કી કચોરી નામે કાંદામાંથી બનતી કચોરી ખૂબ પ્રચલિત છે. ગુજરાતમાં આ એક દડાના સ્વરૂપમાં હોય છે. તેમાં મગની દાળ, મરી, મરચું, આદુ આદિ મિશ્ર કરી બનાવાય છે. તે ઉપરાંત ગુજરાતમાં શિયાળામાં વટાણા, તુવેર, વાલ, લીલા ચણા આદિના લીલા દાણામાંથી લીલવાની કચોરી બને છે. દિલ્હીમાં કચોરી ચાટ તરીકે ખવાય છે. દિલ્હીમાં ખસ્તા કચોરી કે રાજ કચોરી તરીકે ઓળખાતી કચોરી પણ બને છે. કચોરીને મોટે ભાગે ખજૂર આમલીની ચટણી, ફુદીનાની ચટણી કે કોથમીરની ચટણી સાથે પીરસાય છે. સ્વીટ કચોરી તરીકે ઉપવાસની કચોરી કચોરી પણ બનાવાય છે જેને બટેટા, કોપરું, શેકેલ શિંગદાણા અને સાકરમાંથી બનાવાય છે. આ કચોરી દહીં સાથે પીરસાય છે. ઉત્તર ભારતમાં એક અન્ય પ્રકારે કચોરી ખવાય છે જેમાં કચોરી સાથે બટેટા અને અન્ય કઠોળમાંથી બનતું છોલે જેવું રસાવાળું શાક ખાવા અપાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]