ખજૂર આમલીની ચટણી

વિકિપીડિયામાંથી
ખજૂર અને આમલીની ચટણી.

ખજૂર આમલીની ચટણી ચાટ કે ચટપટી ભારતીય વાનગીઓમાં ખૂબ જરુરી છે. આ ચટણીને સ્વાદિષ્ટ બનાવવા એમાં ખટાશનો ભાગ પણ ઉમેરાય છે. ચટણીમાં મીઠાશ લાવવા ખજૂર અને ગોળ વપરાય છે. ખટાશ ઉમેરવી એ વૈકલ્પિક છે, તે માટે આમલી, લીંબુ, કોકમ, આમચૂર પાવડર વપરાય છે. આમલીનો ઉપયોગ સામાન્ય છે.

સામગ્રી[ફેરફાર કરો]

કૃતિ[ફેરફાર કરો]

  • ખજૂર, આમલીને જોઈતા સ્વાદ અનુસાર લઈ પાણીમાં બાફી લો.
  • તેને ચૂલા પરથી ઉતારી તેમાં ગોળ અને મીઠું ઉમેરો.
  • આ મિશ્રણને મિક્સરમાં પીસી લો.
  • તેને ગળણીથી ગાળી લો.

નોંધ[ફેરફાર કરો]

  • આ ચટણીને વધુ રુચિકર બનાવવા તેમાં ગરમ મસાલો, લાલ મરચું, વરિયાળી પાવડર ઉમેરી શકાય.