મરચું

વિકિપીડિયામાંથી
લીલાં મરચાં

મરચું (અંગ્રેજી: Chili, Pepper; વૈજ્ઞાનિક નામ: Capsicum annuum) એક પ્રકારનું શાક છે, જે મસાલા તરિકે પણ વપરાય છે. લીલા મરચાનો શાક તરીકે પણ ઉપયોગ થાય છે. ગુજરાતી વાનગી ઉંધિયુંમાં ભરેલા લીલા મરચાં અગત્યનો ઘટક છે.

જગતમાં મરચાંનું જન્મ સ્થાન દક્ષિણ અમેરિકા ગણાય છે, જ્યાંથી આ વનસ્પતિ આખા વિશ્વમાં પ્રસાર પામી હતી. વર્તમાન સમયમાં મરચાંની વિભિન્ન જાતો આખા વિશ્વમાં ઉગાડવામાં આવી રહી છે. મરચાંનો ઉપયોગ એક ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે.

મરચાની વિવિધ જાતો બજારમાં ઉપલબ્ધ છે, જેમકે:

  • લવીંગીયા મરચાં
  • ઘોલર મરચાં (કેપ્સિકમ)
  • બુલેટ મરચાં
  • દેશી મરચાં
લાલ મરચાં (ઘોલર)