કુંડી (તા. ધાનેરા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કુંડી
—  ગામ  —

કુંડીનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°30′52″N 72°01′24″E / 24.514444°N 72.023385°E / 24.514444; 72.023385
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ધાનેરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની 2 ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ એરંડા, બાજરી, મગફળી, શાકભાજી રાયડો

કુંડી (તા. ધાનેરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ધાનેરા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ લગભગ 700 વર્ષ પહેલાં પાલિવાલ બ્રાહ્મણો દ્વારા વસાવવામાં આવ્યું હતું. રજવાડાના સમયમાં જોધપુરના રાજા દ્વારા પાલિવાલ બ્રાહ્મણોને જમીન એ સમયે કદમ-જાગીર(સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીમાં પગપાળા ફરાય એટલી હદ) દ્વારા આપવામાં આવી હતી.

કુંડી ગામ રાજસ્થાન ની બોર્ડર પર આવેલું છે. કુંડી ગામની સીમા ઉત્તરમાં રાજસ્થાન ના ધનોલ, ધામસીન અને ખાખરીયા સાથે,દક્ષિણ-પશ્ચિમ માં માંડલ,રામપુરા અને વક્તાપુરા સાથે તથા પૂર્વ માં બાપલા સાથે જોડાયેલી છે. 
કુંડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ,  દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની 2 ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં મતદારો ની કુલ સંખ્યા 1247 છે. ગામની પૂર્વ દિશામાં રેલ નદી આવેલી છે. જે 1998 સુધી બારેમાસ વહેતી હતી , 1998 માં કુંડીથી 20 કિમી દૂર રાજસ્થાનમાં આવેલા જેતપુરા ગામ પાસે ડેમ બનતા પાણી બંધ થઈ ગયું હતું. કુંડી ગામમાં મુખ્યત્વે બ્રાહ્મણ, સુથાર, કોળી, ભીલ, મકવાણા(હરિજન) સમાજ ના લોકો રહે છે.