શિહોરી (તા. કાંકરેજ)

વિકિપીડિયામાંથી
શિહોરી
—  નગર  —
શિહોરીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો કાંકરેજ
વસ્તી ૧૪,૫૫૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 51 metres (167 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી
પિન કોડ ૩૮૫૫૫૦

શિહોરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું એક નગર તેમજ તાલુકાનું મુખ્ય મથક છે.

શિહોરી નગર ના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. એમ કહેવાય છે કે શિવા રબારીના નામ ઉ૫રથી આ ગામનું નામ શિહોરી ૫ડયું છે.[૨]

શિહોરીમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૧૪ મધ્યમાંથી પસાર થાય છે.

શિહોરીમાં ગૃપ ગ્રામ પંચાયત ઉપરાંત કાંકરેજ તાલુકા પંચાયત પણ છે. કાંકરેજ તાલુકાનુ મુખ્યમથક હોવાથી તાલુકાના લોકો પંચાયતના કામકાજ માટે આવે છે. બેંકની સવલતમાં દેનાબેંક, નાગરિક બેંક, સ્ટેટ બેંક બેંક ઓફ બરોડા,જમીન વિકાસ બેંક,ઉપરાંત બીજી અન્ય પ્રાઇવેટ બેંકો પણ કાર્યરત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલની સેવા પણ ઉપલબ્ધ પણ છે. અહીં કન્યા કેળવણી મંડળ, એમ વી વાલાણી હાઇસ્કૂલ, તાલુકા પુસ્તકાલય, આંગણવાડી મુખ્યાલય, તાલુકા ફાસ્ટટ્રેક કોર્ટ આવેલ છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • ગાય માતાનુ મંદિર
  • મહામંડલેશ્વર મહાદેવનુ મંદિર
  • દુગાવાડા પંચમુખી હનુમાનજીનુ મંદિર

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Shihori Village Population, Caste - Kankrej Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-03.
  2. "કાંકરેજ તાલુકા પંચાયત, ઇતિહાસ". મૂળ માંથી 2010-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-04-16.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]