રણછોડદાસ પગી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રણછોડદાસ પગી
જન્મ૧૯૦૧ Edit this on Wikidata
બનાસકાંઠા જિલ્લો Edit this on Wikidata
મૃત્યુ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ Edit this on Wikidata

રણછોડદાસ પગી, જેઓ રણછોડદાસ રબારી (૧૯૦૧- ૧૭ જાન્યુઆરી ૨૦૧૩) તરીકે પણ ઓળખાય છે, જેમણે ભારતીય ભૂમિસેનાને યુદ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી હતી.

જીવન[ફેરફાર કરો]

તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલાં પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામો કબ્જે કરી લીધાં હતાં.[૨] રણછોડદાસે આ વિસ્તારોની મુલાકાત લઇને[૩][૪] ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને ઘણી મહત્વની મદદ કરી હતી.[૫] તેમણે કરેલા ઉત્તમ કાર્યોમાં ઘોર અંધારા જંગલમાં છુપાયેલા ૧૨૦૦ જેટલા દુશ્મન સૈનિકોની શોધનો સમાવેશ થાય છે.[૧] તેમના પ્રયત્નોના કારણે ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન હજારો સૈનિકોનો બચાવ થયો હતો એમ મનાય છે.

સન્માન[ફેરફાર કરો]

ભારતના સીમા સુરક્ષા બળે (બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીને નામ આપ્યું છે. તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.[૬] તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા.[૭][૫] ૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડે પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.[૫]

અવસાન[ફેરફાર કરો]

તેઓ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૧૧૨ વર્ષની વયે અવસાન પામ્યા હતા.[૧][૮]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "કચ્છના રણમાં એકલા રણછોડ પગી પાકિસ્તાની સેના ઉપર ભારી પડ્યા". Ba Bapuji. મેળવેલ 2020-06-17.
  2. R. D. Pradhan (૨૦૦૭). 1965 War, the Inside Story: Defence Minister Y.B. Chavan's Diary of India-Pakistan war. પાનું ૨૩. ISBN 81-269-0762-2.
  3. General Harbakhsh Singh, War Despatches: Indo-Pak Conflict, 1965, page 122
  4. "Unheard story of the 112 year old hero of Indian Army. - KenFolios". KenFolios (અંગ્રેજીમાં). ૨૧ જૂન ૨૦૧૫. મેળવેલ ૬ ફેબ્રુઆરી ૨૦૧૭.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Centenarian Tracker Ready to Serve Army Again". મેળવેલ 2020-06-16.
  6. "Ranchhod Rabari: The Grand Old Pagi". The Times of India. ૨૫ મે ૨૦૧૪. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૬.
  7. "This Unsung Rabari Herder From Kutch Played a Key Role in Two Indo-Pak Wars". The Better India (અંગ્રેજીમાં). 2018-06-20. મેળવેલ 2020-06-16.
  8. "1200 पाकिस्तानी सैनिकों पर भारी पड़ गया था यह हिंदुस्तानी हीरो". મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૬.