ઢીમા (તા. વાવ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઢીમા
—  ગામ  —

ઢીમાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E / 24.363445; 71.516012
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વાવ તાલુકો
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો ( બેન્ક) પ્રાથમિક શાળા, (પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી(હાઈસ્કૂલ) (પોસ્ટ ઓફિસ)

,

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ઢીમા (તા. વાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. ઢીમા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગ, ગવાર ,તલ,જુવાર, ઈસબગુલ,રાયડો,વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઢીમા વાવ રજવાડામાં ૧૮૭૦માં ભેળવવામાં આવ્યું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ હતું,[૧] જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બની હતી. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તે પહેલા મુંબઈ રાજ્ય અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યમાં આવ્યું.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

આ ગામમાં આવેલું ધરણીધર મંદિર હિંદુઓનું બ્રિટિશ સમયથી મુખ્ય મંદિર રહ્યું છે. આ મંદિર ઢીમણનાગ અથવા શેષનાગને સમર્પિત છે, જેના પર પૃથ્વી ટકેલી છે એમ હિંદુ ધર્મમાં મનાય છે.[૨] ધરણીધર મંદિરની જાહોજલાલીથી આકર્ષાઈને દિલ્લીના સુલતાન અલાઉદીન ખિલજી એ ઈ.સ.૧૨૯૭ માં આ મંદિર પર આક્રમણ કરી તકોડવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ મંદિર તોડવામાં તે અસફળ રહ્યો હતો.[૩][વધુ સંદર્ભ જરૂરી]

અહીં ગાયત્રી મંદિર, વિશ્વકર્મા મંદિર, પીપાજી મંદિર, વિષ્ણુ મંદિર જેવાં મંદિરો આવેલાં છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chisholm 1911, p. ૭૮૫.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૩૪૨.
  3. પ્રકાશ જી. સુથાર. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવનું ઐતિહાસિક અધ્યયન.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]