પ્રણવ મિસ્ત્રી

વિકિપીડિયામાંથી
પ્રણવ મિસ્ત્રી
પ્રણવ મિસ્ત્રી, સિક્સ્થ સેન્સ સાથે
જન્મની વિગત૧૪ મે,૧૯૮૧
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાનિરમા યુનિવર્સિટી (Nirma University of Science and Technology)
આઇઆઇટી-મુંબઇ (IIT Bombay)
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (Massachusetts Institute of Technology)
પ્રખ્યાત કાર્યસિક્સ્થ સેન્સ (SixthSense),
માઉસલેસ (Mouseless),
સ્પર્શ (SPARSH),
ટેલી ટચ (TeleTouch) અને
સેમસંગ ગેલેક્સી ગીયર (Samsung Galaxy GEAR)
પુરસ્કારોપોપ્યુલર સાયન્સ દ્વારા 'ઇન્વેનશન એવોર્ડ', ૨૦૦૯
ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35, ૨૦૦૯
ક્રિએટીવીટી મેગેઝીન દ્વારા 'ક્રિએટીવીટી ૫૦', ૨૦૧૦
ઈન્ડીયા ટુડે દ્વારા 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર', ૨૦૧૩
વૈજ્ઞાનિક કારકિર્દી
કાર્ય સંસ્થાઓસેમસંગ ઈલેકટ્રોનીક્સ (Samsung Electronics)
ડોક્ટરલ સલાહકારપેટ્ટી મેસ (Pattie Maes)
પ્રભાવભારતીય પૌરાણિક કથાઓ[૧][૨]
વેબસાઇટwww.pranavmistry.com

પ્રણવ મિસ્ત્રી ભારતીય-ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. ‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજી એ તેમના સંશોધનનો વિષય છે. શોધકો પૈકીની એક પ્રતિભા એટલે પ્રણવ મિસ્ત્રી. સિક્સ્થ સેન્સ ટેકનોલોજીએ આખા જગતને ખુબ આકર્ષિત કર્યું છે.[૩][૪][૫] તેઓ હાલમાં સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા અને રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. માઉસલેસ, સ્પર્શ, ટેલી ટચ અને સેમસંગ ગેલેક્સી ગીયર[૬] તેમના બીજા આવિષ્કારો છે. મિસ્ત્રીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે સન્માનિત કર્યા હતા.[૭]

વ્યક્તિગતા જીવન, શિક્ષણ તથા સંશોધન[ફેરફાર કરો]

પ્રણવનો જન્મ ૧૪ મે,૧૯૮૧ ના રોજ ઉત્તર ગુજરાત ના પાલનપુર શહેરમાં થયો હતો. તેમની માતાનું નામ નયનાબેન કિર્તીભાઈ મિસ્ત્રી અને પિતાનું નામ કિર્તીભાઈ કરશનદાસ મિસ્ત્રી છે. [૮] [૯] ‘ઝોમ્બી’ના હુલામણા નામે તેઓ ઓળખાય છે.

તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટી માંથી કૉમ્પયુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે. તેમણે ઇન્ડસ્ટ્રિયલ ડીઝાઇન સેન્ટર, આઇઆઇટી-મુંબઈ માંથી માસ્ટર ઓફ ડીઝાઇનની ડીગ્રી મેળવી છે અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) માંથી મિડિયા આર્ટ્સ એન્ડ સાયન્સમાં માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી લીધી છે. ત્યાર બાદ તેઓ એમઆઈટીની મીડિયા લેબમાં ડોક્ટરેટ(પીએચડી) કરવાની સાથે રીસર્ચ આસિસ્ટન્ટ બન્યા.

તેમના સંશોધનના વિષયમાં વેરેબલ કમ્પયુટિંગ, ઓગમેન્ટેડ રીઆલીટી, યુબિક્ટોસ કમ્પયુટિંગ, જેસ્ચુરલ ઇન્ટરેક્સન અને ટેઞીબલ ઇન્ટર્ફેસ, આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ, મશિન વિઝન, કલેક્ટીવ ઇન્ટેલિજન્સ અને રોબોટીક્સનો સમાવેશ થાય છે.[૧૦][૧૧]

કારકિર્દી[ફેરફાર કરો]

૨૦૧૨માં પ્રણવ ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયા. તેઓ સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા તેમજ રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે. સપ્ટેમ્બર ૨૦૧૩માં સેમસંગ ગેલેક્સી ગીયર સ્માર્ટ વોચ (હાથમાં પહેરી શકાય તેવી સ્માર્ટવોચ, જે સ્માર્ટફોનનું લગભગ બધું જ કામ કરે) પણ તેમણે જ રજૂ કરી હતી.[૧૨] સેમસંગ ઉપરાંત તેમણે માઈક્રોસોફ્ટ, ગૂગલ, નાસા, યુનેસ્કો, કાર્નેગી મેલોન યુનિવર્સિટી અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી જગવિખ્યાત સંસ્થાઓ સાથે કામ કર્યું છે.

આવિષ્કારો[ફેરફાર કરો]

‘સિક્થ સેન્સ’, ‘માઉસલેસ’- (દેખાય નહીં તેવું કમ્પ્યુટર માઉસ), ડિજીટલ ડિવાઈસમાં એકદમ સરળતાથી કોપી પેસ્ટ કરી શકાય એવી 'સ્પર્શ' ટેકનોલોજી, સ્માર્ટફોનથી સ્પર્શ દ્વારા દૂરની વસ્તુને નિયંત્રિત કરી શકાય એવું ‘ટેલી ટચ’, આંખનાં પલકારા (બ્લિંક) થી નિયંત્રિત કરી શકાય એવો ‘બ્લિંકબોટ’ રોબોટ, ૩ પરિમાણમાં ચિત્ર દોરી શકાય એવી પેન, અને ભૌતિક જગતના ગૂગલનું કામ કરી શકે એવો નકશો, વગેરે તેમના અન્ય આવિષ્કારો / સંશોધનો છે. મોબાઇલ ફોનમાં જોવા મળતી ભારતીય ભાષાઓના માટે તેમણે ‘અક્ષર’ પ્રોજેક્ટ બનાવ્યો હતો.[૧૩]

મિસ્ત્રી, આઇઆઇટી-મુંબઈ ના ‘ટેકફેસ્ટ’(techfest),૨૦૧૪માં

ખ્યાતિ[ફેરફાર કરો]

પોપ્યુલર સાયન્સ દ્વારા સિક્સ્થ સેન્સની શોધને ૨૦૦૯ ઇન્વેનશન એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવી છે.[૩] તેમણે ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35 ૨૦૦૯ એવોર્ડ પણ જીત્યો છે.[૧૪] ૨૦૧૦માં ક્રિએટીવ મેગેઝીને તેમને ક્રિએટીવીટી૫૦ માં નામાંકીત કર્યા હતા.[૧૫] ક્રિસ એન્ડરસનના મતે,પ્રણવ મિસ્ત્રી હાલના તબક્કાના 'વિશ્વના ૩ સર્વશ્રેષ્ઠ સંશોધકો' પૈકીના એક છે. [૧૬]જીક્યુ ઈન્ડિયાએ પ્રણવને અત્યંત શક્તિશાળી ડિજિટલ ભારતીય ગણાવ્યા[૧૭] અને ઈન્ડીયા ટુડેએ તેમને 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન આપ્યું.[૧૮] કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં આગવું યોગદાન આપવા બદલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે મિસ્ત્રીને સન્માનિત કર્યા છે.[૧૯]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "There's more to tech than computers: Pranav Mistry". dnaindia.com. મેળવેલ 2012-02-16.
  2. "Tete-a-tete with Pranav Mistry, the man of innovation". dnaindia.com. મેળવેલ 2014-01-13.
  3. BBC
  4. CNN Fareed Zakaria GPS: Innovation Nation
  5. http://bits.blogs.nytimes.com/2013/09/04/samsung-unveils-galaxy-gear-smartwatch/?_r=0
  6. http://www.weforum.org/young-global-leaders/pranav-mistry વર્લ્ડ ઇકોનોમિક ફોરમ: યંગ ગ્લોબલ લીડર-પ્રણવ મિસ્ત્રી
  7. http://img.vmsfamily.commutree.com/CTM/Messages/712d8fc0.html
  8. http://bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=95566 સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન મુંબઈ સમાચાર: વિશ્ર્વના શ્રેષ્ઠ દસ સંશોધકોમાં સ્થાન પામનાર પ્રણવ મિસ્ત્રી આવનારાં વર્ષોમાં હજી રોમાંચક શોધ કરશે તે નક્કી
  9. "about Pranav Mistry". Pranavmistry.com. મેળવેલ 2012-08-28.
  10. "Palanpuri boy reinvents the humble watch". dnaindia.com. મેળવેલ 2013-09-06.
  11. "Indian techie takes centre stage at Galaxy Gear smartwatch launch". Hindustan Times. મૂળ માંથી 2013-09-07 પર સંગ્રહિત. મેળવેલ 2013-09-08.
  12. "Pranav Mistry's most-interesting innovations". dnaindia.com. મેળવેલ 2014-01-12.
  13. TR35 2009 સંગ્રહિત ૨૦૧૦-૦૩-૨૮ ના રોજ વેબેક મશિન Young Innovators Under 35
  14. 2010 Creativity 50 સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૨ ના રોજ વેબેક મશિન List of 50 most influential and inspiring creative personalities of 2010
  15. TEDtalk Pranav Mistry and Chris Andersen discussion at the end.
  16. "The World's most powerful digital Indians - Pranav Mistry". gqindia.com. April 1, 2011. મેળવેલ April 3, 2012.[હંમેશ માટે મૃત કડી]
  17. "Indians of Tomorrow". indiatoday.com. December 15, 2012. મૂળ માંથી ડિસેમ્બર 21, 2012 પર સંગ્રહિત. મેળવેલ December 20, 2012.
  18. http://www.weforum.org/young-global-leaders/pranav-mistry વર્લ્ડ ઇકોનોમિક ફોરમ: યંગ ગ્લોબલ લીડર-પ્રણવ મિસ્ત્રી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]