લખાણ પર જાઓ

થરાદ તાલુકો

વિકિપીડિયામાંથી
થરાદ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્યમથકથરાદ
વિસ્તાર
 • કુલ૧,૩૫૭.૯ km2 (૫૨૪.૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩૨૭૨૮૯
 • ગીચતા૨૪૦/km2 (૬૨૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૩૫
 • સાક્ષરતા
૪૯.૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

થરાદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો મહત્વનો તાલુકો છે. થરાદ આ તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

થરાદ તાલુકાની સરહદથી રણ નજીક છે. તાલુકાની ઉત્તરે રાજસ્થાનના બારમેર અને સાંચોર તાલુકાઓ, દક્ષિણે બનાસકાંઠાનો દિયોદર તાલુકો, પૂર્વ તરફ ડીસા અને ધાનેરા તાલુકાઓ અને પશ્ચિમ તરફ વાવ તાલુકો આવેલા છે. વાવ તાલુકાની પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પાકિસ્તાન દેશ આવેલાં છે. તાલુકામાં થરાદ એક નગર અને બીજાં ૧૩૪ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૩૫૭.૯ ચો.કિમી. છે.[૨]

આબોહવા[ફેરફાર કરો]

થરાદ તાલુકાની આબોહવા ગરમ છે. ઊનાળામાં થરાદ સહિત તાલુકામાં ભારે ગરમી પડે છે. ઊનાળામાં ૪૬ અંશ સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમી પડે છે. થરાદ તાલુકો કચ્છના રણની કાંધીએ આવેલો હોઇને ઊનાળામાં ગરમ લૂ વાય છે. શિયાળામાં અહીં સખ્ત ઠંડી પડે છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

  • માંગરોળ ગામે શેણલ માતાજીનુ મંદીર આવેલું છે. અહીં દર મહીનાની ચૌદશ અને પુનમના દિવસે મેળો ભરાય છે.
  • લુણાલ, ડોડગામ અને ઝેંટા તથા મોટીપાવડ ગામે નકળંગ ભગવાનનાં મંદિર આવેલાં છે. અહીં દિવાળીના તહેવાર બાદ કારતક મહીનાના શુક્લ પક્ષમાં બીજના દિવસે લોકો દર્શનાર્થે આવે છે.

થરાદ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

થરાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Tharad Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "થરાદ". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2023-09-04.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]