પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન
પાલનપુર જંકશન | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
પાલનપુર રેલ્વે સ્ટેશન, ૧૯૫૨ | |
સામાન્ય માહિતી | |
સ્થાન | પાલનપુર, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 24°10′29″N 72°25′49″E / 24.1747°N 72.4304°E |
ઊંચાઇ | 261 m (856 ft) |
માલિક | ભારતીય રેલ્વે |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | જયપુર-અમદાવાદ લાઇન ગાંધીધામ-પાલનપુર રેલ્વે લાઈન |
પ્લેટફોર્મ | ૫ |
પાટાઓ | ૬ |
જોડાણો | ટેક્સી સ્ટેન્ડ, રીક્ષા |
બાંધકામ | |
પાર્કિંગ | પ્રાપ્ત |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | PNU |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે વિસ્તાર |
વિભાગ | અમદાવાદ રેલ્વે ડિવિઝન |
ઈતિહાસ | |
વીજળીકરણ | પ્રસ્તાવિત |
યાત્રીઓ | |
Passengers | ૧૦,૦૦૦ દરરોજ |
પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન એ પાલનપુર, ગુજરાતમાં આવેલું એક રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વેનાં સંચાલન હેઠળ આવે છે.
વિગતો
[ફેરફાર કરો]પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન જયુપર-અમદાવાદ રેલ્વેલાઇન પર આવેલું છે, અને પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં આવે છે. પાલનપુરથી ચેન્નઈ, તિરુઅનંતપુરમ, મૈસુર, બેંગ્લુરુ, પુને, મુંબઇ, જયપુર, જોધપુર, દિલ્હી, દહેરાદુન, મુજ્જફરનગર, બરૈલી અને જમ્મુથી સીધું બ્રોડગેજ જોડાણ છે. તે ગુજરાતનાં મોટાભાગના શહેરો જેવાં કે અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદર સાથે જોડાયેલું છે. પાલનપુર અને સમખિઆલી વચ્ચેનો રેલ્વે માર્ગ બેવડો કરવા માટેનો પ્રસ્તાવ સરકારે મંજૂર કરેલો છે, આ પ્રસ્તાવને કારણે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને ફાયદો થશે. પાલનપુર રેલ્વે સ્ટેશનને પાંચ પ્લેટફોર્મ અને કુલ ૬ ટ્રેક્સ છે.[૧]
યાત્રીઓ
[ફેરફાર કરો]પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી દરરોજ ૧૦,૦૦૦ જેટલા યાત્રીઓ ભારતનાં વિવિધ શહેરોમાં યાત્રા કરે છે.
સેવાઓ
[ફેરફાર કરો]પાલનપુરથી જુદા-જુદા રાજ્યોમાં જવા માટે વિવિધ ટ્રેનો ઉપલબ્ધ છે:
- રાજસ્થાન: જયપુર, જોધપુર, અજમેર, બિકાનેર, ભિલવાડા, અલ્વર, ભરતપુર.
- આંધ્ર પ્રદેશ: સિકંદરાબાદ, વિજવાડા, ગુન્તકાલ.
- જમ્મુ અને કાશ્મીર: જમ્મુ, ઉધમપુર.
- ઉત્તર પ્રદેશ: લખનૌ, કાનપુર, આગ્રા, મુજ્જફરનગર, બરૈલી.
- પશ્ચિમ બંગાળ: હાવરા.
- બિહાર: પટણા
- ગુજરાત: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભૂજ, જામનગર, પોરબંદર.
- મહારાષ્ટ્ર: મુંબઇ, પુને, નાગપુર.
- પંજાબ: જલંધર.
- હરિયાણા: ચંદિગઢ.
- દિલ્હી.
- કેરાલા: તિરુઅનંતપુરમ.
- તમિલ નાડુ: ચેન્નઇ.
- કર્ણાટક: મૈસુર, બેંગ્લોર.
- ઉત્તરાખંડ: દહેરાદૂન, હરિદ્વાર.