લુણાલ (તા. થરાદ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લુણાલ
—  ગામ  —

લુણાલનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

લુણાલ (તા. થરાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. લુણાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

લુણાલ ગામમાં નકળંગધામ આવેલું છે, જ્યાં કારતક સુદ બીજના ગામના મેળામાં મેરાયો લોકનૃત્ય રમવામાં આવે છે. આ લોકનૃત્ય મેરાયો થરાદ-વાવના ઠાકોરો (કોળી)નું લોકનૃત્ય છે. જે થરાદ તાલુકાના પાંચ ગામોમાં લુણાલ, સવપુરા, મોટીપાવડ, ઝેંટા, ડોડગામ અને વાવ તાલુકાના બે ગામો ઉચપા, લીંબાળામાં ભજવાય છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. પ્રકાશ જી. સુથાર (૨૦૧૭). બનાસકાંઠાની અસ્મિતા લોકનૃત્ય - મેરાયો પરિચય. Check date values in: |year= (મદદ)