ઉચપા (તા. વાવ)
Appearance
ઉચપા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | વાવ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
ઉચપા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક ગામ છે. ઉચપા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. દાડમની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં શ્રી નકળંગ ભગવાનનું મંદિર આવેલ છે, જ્યાં કારતક સુદ બીજના દિવસે મેળો ભરાય છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ મેરાયો નૃત્ય હોય છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |