મોટી પાવડ (તા. થરાદ)

વિકિપીડિયામાંથી
મોટી પાવડ
—  ગામ  —
મોટી પાવડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E / 24.395571; 71.626144
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો થરાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

મોટી પાવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. મોટી પાવડ થરાદથી ૧૦ કિલોમિટર દૂર આવેલુ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરું, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય, માધ્યમિક શાળા, પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

મોટી પાવડ ગામમાં નકળંગ મંદિર, શિવ મંદિર, રામદેવપીર મંદિર, હડકમી માં નુ મંદિર, જૈન દેરાસર તેમજ દિલીપની પરબ અને વડવાળા આશ્રમ જેવા ધાર્મિક સ્થળો આવેલા છે.[૧] આવેલા છે. નકળંગ ભગવાનના મંદિરે કારતક સુદ બીજના મેળામાં લોકનૃત્ય મેરાયો રમવામાં આવે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મોટી પાવડ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ". divyabhaskar. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૨. મેળવેલ ૪ ફેબ્રુઆરી ૨૦૧૭.
  2. પ્રકાશ જી. સુથાર (૨૦૧૭). બનાસકાંઠાની અસ્મિતા - લોકનૃત્ય મેરાયો.