દાંતા રજવાડું

વિકિપીડિયામાંથી
દાંતા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૦૬૧–૧૯૪૮
Flag of દાંતા
Flag
વિસ્તાર 
• ૧૯૦૧
898.73 km2 (347.00 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
18000
ઇતિહાસ 
• સ્થાપના
૧૦૬૧
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link)
દાંતાના મહારાણાનો ધ્વજ

દાંતા રજવાડું[૧] બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું પાટનગર દાંતા હતું, જે હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દાંતા રાજ્યની ટપાલ ટિકિટ

દાંતા રજવાડાની સ્થાપના ૧૦૬૮માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું. પરમાર એ રાજપૂત કુળની એક શાખા છે.

ઇસ ૧૨૦૦માં આરબ આક્રમણ પછી પરમારોએ ચંદ્રાવતીને પોતાનું પાટનગર બનાવ્યું હતુ. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધ પછી તેઓ ગુજરાતમાં સ્થાયી થયા. ત્યાંથી તેઓ ૩૮૦ વર્ષ પહેલાં દાંતામાં સ્થાયી થયા. દાંતાના છેલ્લા શાસકે ૬ નવેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે સંમતિ દર્શાવી હતી.[૨]

દાંતાના રાજવી કુળના વંશજો હાલમાં રાજસ્થાનના માઉન્ટ આબુ નજીક "ભવાની વિલા હેરિટેજ હોમસ્ટે"નું સંચાલન કરે છે.

મહારાણાઓ[ફેરફાર કરો]

 • ૧૬૮૭ - ૧૭૪૩ પૃથ્વીસિંહજી ગજસિંહજી
 • ૧૭૪૩ વિકમદેવજી
 • ૧૭૪૩ - ૧૭.. કરણસિંહજી
 • ૧૭.. - ૧૭.. રતનસિંહજી કરણસિંહજી
 • ૧૭.. - ૧૭૯૫ અભયસિંહજી
 • ૧૭૯૫ - ૧૮૦૦ માનસિંહજી દ્વિતિય અભયસિંહજી 
 • ૧૮૦૦ - ૧૮૨૩ જગતસિંહજી અભયસિંહજી
 • ૧૮૨૩ - ૧૮૪૭ નરસિંહજી અભયસિંહજી
 • ૧૮૪૭ - ૧૮૫૯ જાલમસિંહજી નરસિંહજી
 • ૧૮૫૯ - ૧૮૬૦ સરદારસિંહજી જાલમસિંહજી
 • ૧૮૬૦ - ૧૮૭૬ હરીસિંહજી નરસિંહજી (જ. ૧૮૧૭ - મૃ. ૧૮૭૬)
 • ૧ ડિસેમ્બર ૧૮૭૬ - ૧૯૦૮ જસવંતસિંહજી હરીસિંહજી (જ. ૧૮૫૦ - મૃ. ૧૯૦૮)
 • ૧૬ જૂન ૧૯૦૮ - ૧૯૨૫ હમીરસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૬૯ - મૃ. ૧૯૨૫)
 • ૨૦ નવેમ્બર ૧૯૨૫ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ભવાનીસિંહજી હમીરસિંહજી (૨ જાન્યુઆરી ૧૯૩૯ થી સર ભવાનીસિંહજી હમીરસિંહજી) (જ. ૧૮૯૯ - મૃ. ૧૯૬૧)

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]