લખાણ પર જાઓ

હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી

વિકિપીડિયામાંથી
હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી
સાંસદ, લોક સભા
પદ પર
૧૫મી લોકસભા.[૧]
પુરોગામીમુકેશ ગઢવી
બેઠકબનાસકાંઠા, ગુજરાત[૧]
અંગત વિગતો
જન્મ૨૦ જુલાઈ, ૧૯૫૪ [૧]
જગાણા, બનાસકાંઠા, (ગુજરાત).
નાગરિકતા ભારત
રાષ્ટ્રીયતા ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી.[૧]
જીવનસાથીશ્રીમતિ જવલબેન હરિભાઈ ચૌધરી
સંતાનોપુત્ર અને ૧ પુત્રી
માતા-પિતાશ્રી પાર્થિભાઈ ઘેબરભાઈ ચૌધરી (પિતા),
શ્રિમતિ મેના બેન (માતા)
નિવાસસ્થાનબનાસકાંઠા & દિલ્હી.[૧]
માતૃ શિક્ષણસંસ્થામુંબઈ યુનિવર્સિટી.[૧]
ક્ષેત્રકૃષિ, વેપારી &
રાજકારણી.[૧]
સમિતિઓઅંદાજપત્ર સમિતી, કુદરતી તેલ અને ગેસની બાબતોની સમિતી

હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી ભારતીય રાજનેતા છે. તેઓ લોક સભામાં બનાસકાંઠા લોકસભા બેઠકનું ભારતીય જનતા પાર્ટી[૧] તરફથી પ્રતિનિધિત્વ કરતા હતા.

શરૂઆતી જીવન[ફેરફાર કરો]

હરિભાઈનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના જગાણા ગામમાં થયો હતો. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ સ્નાતકની પદવી મેળવી છે. રાજકારણમાં જોડાતા પહેલાં તેઓ ખેડુત અને વ્યાપારી હતા.[૧]

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

હરિભાઈ ૧૯૮૦ના દશકના અંતિમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને વિવિધ પદો ઉપર પોતાની ફરજ બજાવી. તેઓ બનાસકાંઠાથી ત્રણ વખત સાંસદ તરીકે ચુંટાઈ ચુક્યા છે. ૨૦૧૩માં બનાસકાંઠાના સાંસદ મુકેશ ગઢવીનું મગજના આંચકાને લીધે થયેલા અકાળે અવસાનને[૨] પગલે યોજાયેલી વચગાળાની ચુંટણી લડી હરિભાઈ સાંસદ બન્યા હતા. અને ૨૦૧૪-૧૯ દરમિયાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી રહ્યા હતા.

પદભાર[ફેરફાર કરો]

# વર્ષથી વર્ષ સુધી પદ
૦૧ ૧૯૯૮ ૧૯૯૯9 સાંસદ, ૧૨મી લોકસભા
૦૨ ૧૯૯૯ ૨૦૦૪ સાંસદ, ૧૩મી લોકસભા
૦૩ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, ગ્રામ્ય અને શહેરી વિકાસની સમિતી
૦૪ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, કૃષિ મંત્રાલયની સલાહકાર સમિતી
૦૫ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, સરકારી વચનો નિર્ધારણની સમિતી
૦૬ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, ભારતીય પુનર્વસન પરિષદ
૦૭ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, નાણાં સમિતી
૦૮ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, જાહેર હિસાબોની સમિતી
૦૯ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, રાસાયણિક ખાતરની સમિતી
૧૦ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, વાણિજ્ય સમિતી
૧૧ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, પ્રવાસન અને પરિવહન
૧૨ ૧૯૯૯ ૨૦૦૪ સભ્ય, કુદરતી તેલની સલાહકાર સમિતી
૧૩ ૨૦૧૩ ૨૦૧૪ સભ્ય, ૧૫મી લોકસભા
૧૪ ૨૦૧૪ ૨૦૧૯ સભ્ય, ૧૬મી લોકસભા

સંદર્ભ કડીઓ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ "Member Profile". Lok Sabha website. મૂળ માંથી 2014-01-06 પર સંગ્રહિત. મેળવેલ Jan 2014. Check date values in: |access-date= (મદદ)
  2. "Mukesh Gadhvi death". The Pioneer. મેળવેલ Jan 2014. Check date values in: |access-date= (મદદ)