ચર્ચા:બનાસકાંઠા જિલ્લો
Appearance
@ધવલભાઈ, આ પાનાં પર મારો ફેરફાર તમે પાછો વાળેલ છે. મેં આ પાનાં પરના તાલુકાની યાદીમાં રહેલા બે નામો દૂર કર્યા હતા જે આપે ફરી ઉમેર્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના જાળસ્થળ અનુસાર આવા કોઈ તાલુકા નથી.--Vyom25 (talk) ૧૫:૨૩, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
- વ્યોમભાઈ, માફ કરશો, મેં ફેરફાર પાછા વાળતી વખતે ધ્યાન નહિ આપ્યું હોય કે તે બે નામો તમે દૂર કર્યા હતા. મને યાદ આવે છે ત્યાં સુધી એ બે તાલુકા વિષે સંશોધન કરતા મને વિવિધ અખબારોના સંદર્ભો મળેલા અને તે મેં તાલુકાઓના નામોની નીચે બે ફકરા પાડીને સસંદર્ભ આ બે નવા તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોની યાદિ પણ આપી છે. જ્યાં સુધી જિલ્લા પંચાયત આ બે તાલુકાઓ ના બતાવે ત્યાં સુધી આપણે તેમના વિષેના લેખો ન બનાવીએ અને ગામોને અધિકૃત રીતે એ તાલુકાઓમાં ન વહેંચીએ એ બરોબર છે, પણ મારા મતે જ્યારે આપણી પાસે એ તાલુકાઓની જાહેરાત થયાના અધિકૃત સંદર્ભો છે, ત્યારે તેમનો ઉલ્લેખ પણ ન કરવો એ જરા અજુગતું લાગ્યું એટલે જ મેં એ નામો અહિં રહેવા દીધા છે. આપનો પ્રતિભાવ જણાવશો, એ નામો અહિંથી દૂર કરવામાં મને કોઈ સંકોચ નહિ થાય.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૫૬, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
- ધવલભાઈ, તાલુકાઓની યાદીની નીચેના ફકરામાં સંદર્ભ સાથે આ ભવિષ્યના તાલુકાઓની માહિતી આપેલ છે માટે આપણે યાદીમાંથી તેને દૂર કરીએ. તેનું મુખ્ય કારણ એ કે તે યાદીમાં હાલના તાલુકાઓ સાથે છે તે એમ બતાવે છે કે તે હાલમાં અસ્તિત્વમાં છે. આપણે હાલના અને બનનારાને અલગ રાખવા જોઈએ જેથી કોઈ ગેરસમજ ન રહે. માટે મારા મતે યાદીમાંથી દૂર કરવા અને તેની નીચેના ફકરામાં ઉલ્લેખ છે તે રહેવા દેવો અને જરૂર લાગે તો વધુ માહિતી પણ ઉમેરવી. આ મારો મત છે. તમારે માફી માગવાની કોઈ જરૂર રહેતી નથી તમે કાંઈ ખોટું કર્યું નથી.:)--Vyom25 (talk) ૧૦:૧૭, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
- વ્યોમભાઈ, એ બે તાલુકાના નામો યાદિમાંથી હટાવ્યા છે. જો કે, તે તાલુકાઓ અસ્તિત્વમાં આવી ગયેલા છે, આ તાલુકાઓ બનનારા નથી, બની ગયેલા છે. ખાતરી કરવી હોય તો Revenue Department, Government of Gujaratની વેબસાઈટ પર જોઈ શકો છો. જિલ્લા અને તાલુકા પંચાયતની વેબસાઇટોની એ તાસીર છે કે તેઓ વિકિપીડિયામાંથી બેઠું લખાણ ઉપાડીને તેમની વેબસાઇટ પર મૂકે છે, એટલે આ મુદ્દો પહેલા મરઘી આવી કે ઈંડું એવો બની રહેવાનો. આપણે એમની રાહ જોઈશું અને તેઓ આપણી.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૧, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
- વધુમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરેટનાં જાળસ્થળ પર પણ ડાબી બાજુના હાંસિયામાં આ બે તાલુકાઓના નામોનો ઉલ્લેખ છે, અને તેના પર ક્લિક કરતા અનુક્રમે લાખણી તાલુકા અને સુઈગામ તાલુકાનો નક્શો જોવા મળશે, જેનો અર્થ છે કે આ બંને તાલુકાઓ હાલમાં અસ્તિત્વમાં આવી ચુકેલા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
- ધવલભાઈ, આ સંદર્ભો મળ્યા છે તો પછી તાલુકાના નામો હટાવવાની કોઈ જરૂરત જ નહોતી. અને મહેસુલ વિભાગે પોતાની જાળસ્થળ પર તેમણે નવા જિલ્લાઓને પણ સમાવી લીધા છે તો પછી તેના પાનાં બનાવવા અને વર્ગીકરણ કરવાની પણ તજવીજ કરવી જોઈએ. હું તાલુકાના નામો ઉમેરી દઊં છું.--Vyom25 (talk) ૧૨:૪૪, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)