ગેની ઠાકોર

વિકિપીડિયામાંથી
ગેનીબેન ઠાકોર
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
Assumed office
૨૦૧૭
બેઠકવાવ વિધાનસભા મતવિસ્તાર
અંગત વિગતો
જન્મ (1975-11-19) 19 November 1975 (ઉંમર 48)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષકોંગ્રેસ
જીવનસાથીનાગજી ઠાકોર
ક્ષેત્રસામાજિક કાર્યકર
૧૮ નવેમ્બર, ૨૦૨૨
સ્ત્રોત: [૧]

ગેનીબેન ઠાકોર (પૂરું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર) એક ભારતીય રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. [૧] [૨] તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો.

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો.[૩] ૨૦૧૭માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ૬૬૫૫ મતની સરસાઈ સાથે જીત મેળવી હતી.[૪] ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.[૫][૬][૭] ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.[૮]

વિચારો[ફેરફાર કરો]

૨૦૧૯માં ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.[૯][૧૦][૧૧] ગેનીબેને કહ્યું હતું કે, "યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કંઈ પણ ખોટું નથી; તેઓએ સોશિયલ મિડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ".[૧૨] અગાઉ ૨૦૧૮માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું.[૧૩] [૧૪] [૧૫] બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ 'મહિલાઓને શાંત પાડવાનો' પ્રયાસ કરી રહ્યાં હતાં.[૧૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Vav election results: Congress leader Thakor Geniben Nagaji wins". India Today (અંગ્રેજીમાં). Ist. મેળવેલ 2019-11-26.
  2. "Gujarat Elections 2017: Congress' Thakor Geniben Nagaji wins from Vav Vidha Sabha seat". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-26.
  3. https://indianexpress.com/article/political-pulse/geniben-thakor-congresss-north-gujarat-assembly-8243423/
  4. "Vav Assembly Election 2017-18 LIVE Results & Latest News: Election Dates, Exit Polls, Results, Live Updates, Winning Candidates & Parties". India.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-26.[હંમેશ માટે મૃત કડી]
  5. "Congress MLA Geniben Thakor, considered close aide of Alpesh Thakor, says 'rape accused should be burnt alive'". Firstpost. મેળવેલ 2019-11-26.
  6. "Warning bells for Congress as Alpesh Thakor's Sena leaders file election forms as independents". Republic World. મેળવેલ 2019-11-26.
  7. Correspondent, dna (2019-04-14). "Gujarat: MLA Geniben Thakor contradicts Alpesh Thakor on sale of tickets". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-26.
  8. "ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસના સૂપડા સાફ, માંડ 17 સીટ જીતી, આપ પાર્ટીનો 5 બેઠક પર વિજય". Indian Express Gujarati. મેળવેલ 2022-12-08.
  9. "Inter-caste marriages, mobile phones for girls banned by Gujarat's Thakor community". Moneycontrol. મેળવેલ 2019-11-26.
  10. Langa, Mahesh (2019-07-17). "No mobile phones for girls, no inter-caste marriages: Gujarat's Thakor community". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2019-11-26.
  11. Bhattacharya, D. P. (2019-07-16). "Thakor Samaj 'bans' use of mobiles by unmarried Kshatriya women in a dozen Gujarat villages". The Economic Times. મેળવેલ 2019-11-26.
  12. "Thakors Ban Inter-Caste Marriages, Mobiles For Girls; Congress MLA Lauds Move". The Wire. મેળવેલ 2019-11-26.
  13. ૧૩.૦ ૧૩.૧ ""Burn Rape Accused Alive": Gujarat Congress Lawmaker Tells Crowd". NDTV.com. મેળવેલ 2019-11-26.
  14. "Finish those who rape, don't hand them over to police: Alpesh Thakor's aide Geniben provokes mob - WATCH video". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-26.
  15. Correspondent, dna (2018-10-12). "Rapists should've been burnt alive, says Gujarat Congress woman MLA Geniben Thakor". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-26.