બાલાશંકર કંથારીયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાલાશંકર કંથારીયા
જન્મ (1858-05-17)17 મે 1858
નડીઆદ
મૃત્યુ 1 એપ્રિલ 1898(1898-04-01) (39ની વયે)
વડોદરા
હૂલામણું નામ ક્લાન્ત કવિ, બાલ
ભાષા ગુજરાતી
રાષ્ટ્રીયતા ભારતીય
જીવનસાથી મણિલક્ષ્મી[૧]

બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા[૨] એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સઠોદર નાગર કુળમાં થયો હતો.[૩][૪]

અભ્યાસ[ફેરફાર કરો]

તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.[૩]

જીવન[ફેરફાર કરો]

અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.[૩]

અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.[૩]એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.[૫]

તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે વડોદરા ખાતે અવસાન પામ્યા.[૩]

સાહિત્ય-સર્જન[ફેરફાર કરો]

'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.[૪]તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.[૩]

'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Suhrud, Tridip (1999). "Love, Desire and Moksha: Manibhai Nabhubhai and the Loss of Svadharma" (PDF). Narrations of a Nation: Explorations Through Intellectual Biographies (Ph.D). અમદાવાદ: School of Social Sciences, ગુજરાત યુનિવર્સિટી. p. 106. hdl:10603/46631. 
  2. Sisir Kumar Das (૨૦૦૦). History of Indian Literature. . p. ૨૪૫. 
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ "બાલાશંકર કંથારીયા". ૩ જુલાઇ ૨૦૦૬. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૬. 
  4. ૪.૦ ૪.૧ Jeṭhālāla Nārāyaṇa Trivedī (૧૯૮૭). Love Poems & Lyrics from Gujarati. p. ૧૪૫. 
  5. K. M. George (૧૯૯૨). Modern Indian Literature, an Anthology: Surveys and poems. p. ૧૨૪. 
  6. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra (૨૦૦૭). Gujarat. . Gujarat Vishvakosh Trust.