બકુલ ત્રિપાઠી
Appearance
બકુલ ત્રિપાઠી | |
---|---|
જન્મ | ૨૭ નવેમ્બર ૧૯૨૮ નડીઆદ |
મૃત્યુ | ૩૧ ઓગસ્ટ ૨૦૦૬ અમદાવાદ |
વ્યવસાય | લેખક, અધ્યાપક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણ ચંદ્રક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ગુજરાત સરકારના પુરસ્કારો |
બકુલ ત્રિપાઠી (ઉપનામ: ઠોઠ નિશાળીયો) ( ૨૭ નવેમ્બર ૧૯૨૮ - ૩૧ ઓગસ્ટ ૨૦૦૬) ગુજરાતના જાણીતા હાસ્યલેખક, નિબંધકાર, નાટ્યલેખક, કવિ તેમજ કટારલેખક હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ નડીઆદ ખાતે થયો હતો. તેમણે એમ. કોમ., એલ. એલ. બી. સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. લિમ્કા બુક ઓફ રેકોર્ડ (૧૯૯૬)માં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં એક જ અખબાર (ગુજરાત સમાચાર)માં સૌથી વધારે (૪૩ વર્ષ) ચાલેલી કોલમના તેઓ લેખક હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણ ચંદ્રક, જ્યોતિન્દ્ર દવે પારિતોષિક તથા ગુજરાત સરકારના પુરસ્કારો દ્વારા નવાજવામાં આવ્યા હતા.
૩૧ ઓગસ્ટ, ૨૦૦૬ના રોજ ૭૭ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[૧][૨]
સર્જન
[ફેરફાર કરો]- હાસ્ય લેખો - સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું.
- નાટક - લીલા, પરણું તો એને જ પરણું.
- સંપાદન - જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો.
- બાળસાહિત્ય - Fantasia - અદ્ભૂત નું રૂપાંતર.
- ગોવિંદે માંડી ગોઠડી, મન સાથે મૈત્રી , અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં, મિત્રોનાં ચિત્રો, બાપુજીની બકરીની બકરીનાં બકરાનો બકરો, ઈન્ડિયા અમેરિકા, હસતાં હસતાં, નવા વર્ષના સંકલ્પો, એક હતો રેઇનકોટ, મોચીનું ન હોવું
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Gujarat lost range of giants in 2006". DeshGujarat. ૩૦ ડિસેમ્બર ૨૦૦૬. મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૪.
- ↑ "Noted humourist Bakul Tripathi dead at 78". One India News. ૩૧ ઓગસ્ટ ૨૦૦૬. મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૪.