ઉચ્છંગરાય નવલશંકર ઢેબર
ઉચ્છંગરાય નવલશંકર ઢેબર (૧૯૦૫[૧]-૧૯૭૭) એ ભારતના એક સ્વતંત્રતાસેનાની હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બનેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન[૨] તરીકે ૧૯૪૮ થી ૧૯૫૪ દરમ્યાન પદભાર સંભાળ્યો હતો. ૧૯૫૫થી ૧૯૫૯ સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. ૧૯૬૨માં તેઓ લોકસભામાં રાજકોટ બેઠક પરથી ચૂંટાયા હતા.[૧]
સન્માન[ફેરફાર કરો]
રાજકોટ શહેરમાં એમની યાદમાં એક રસ્તાનું નામકરણ કરવામાં આવેલું છે. રાજકોટ હવાઈ મથકનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૧૯૭૩માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ૧.૦ ૧.૧ "Members profile". Loksabha. 21 September 1905. મૂળ માંથી 12 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 February 2016.
- ↑ "Gandhi school to woo tourists with exhibits, lounge and 3D video facility". The Indian Express (અંગ્રેજીમાં). ૧૦ મે ૨૦૧૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૭.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |