બાસુંદી
સીતાફળ બાસુંદી | |
વાનગી | મિષ્ટાન |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક |
બનાવનાર | પારંપારિક વાનગી |
મુખ્ય સામગ્રી | દૂધ, સાકર, એલચી, કેસર |
|
બાસુંદી એ એક ભારતીય ઉપખંડનું એક પ્રવાહી મિષ્ટાન છે, જે ખાસ કરીને ભારત દેશના મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક રાજ્યમાં ખવાય છે. આ વાનગીને દૂધને ધીમા તાપે આદડું એટલે કે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળીને જાડું બનાવીને તૈયાર કરાય છે.
આની બનાવટ ઝડપી બનાવવા માટે ઉકળતા દૂધમાં જાડી મલાઈ ઉમેરવામાં આવે છે.એક વખત દૂધ જાડું થાય કે તેમાં થોડી સાકર, એલચી, ચારોળી અને કેસર ઉમેરવામાં આવે છે. બાસુદી ને ઠંડી પીરસાય છે અને તેને બદામ અને પીસ્તાની કતરીથી સજાવાય છે.
આને કાળી ચૌદશ અને ભાઈબીજના તહેવારમાં બનાવીને ખાવાની પરંપરા ચાલી આવે છે.
વર્તમાન સમયમાં બાસુંદીના વિવિધરૂપો પણ મળે છે જેમકે સીતાફળ બાસુંદી, અંગૂર બાસુંદી (નાનકડા રસગુલ્લા નાખેલી બાસુંદી), સ્ટ્રોબેરી બાસુંદી વિગેરે. લગ્નમાં મોટેભાગે તેમાં સફરજનનો રસ અને કટકા બન્ને તેમજ રસવાળી દ્રાક્શ અને કાજુ બદામના પતળા કટકા નાંખવામાં આવે છે અને એકદમ ઠંડી/ચિલ્ડ પિરસવામાં આવે છે.