ટર્કી
Appearance
ટર્કી એ હાલમાં પુથ્વી પરનાં સૌથી મોટા પક્ષીઓમાં ત્રીજા ક્રમે આવતું પક્ષી છે. જેનો પશુપાલન માં માંસ તેમજ ઇંડા માટે ઉછેર કરવામાં આવે છે, એકંદરે મરધી જેવું પરંતુ આકારમાં તેનાં થી ચાર ગણું આ ટર્કી વિદેશોમાં ખુબજ પ્રચલીત છે. આમતો ટર્કી યુરોપીય દેશો માં જોવા મલે છે. પરંતુ ખાસતો તેનું મુળ વતનં ઉત્તર અમેરીકા છે. જ્યાં તે જંગલોમાં રહે છે. સામાન્ય રીતે પાલતુ ટર્કી નો કલર સફેદ હોય છે. પરંતુ જંગલી ટર્કીનો કલર કાળો, ઘેરો શાહી, તેમજ ભુખરો હોય છે. નર ના પ્રમાંણમાં માદા રંગમાં ઝાંખી હોય છે.