ગુરુ પૂર્ણિમા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુરુ પૂર્ણિમા
ગુરુ પૂર્ણિમા
શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ
દ્વારા ઉજવણીહિંદુ અને બૌદ્ધ
તારીખઅષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ)
ઉજવણીભારતમાં રાષ્ટ્રીય રજા
રિવાજગુરુ પૂજા
વર્ષ ૨૦૧૫ની તારીખજુલાઇ ૩૧
વર્ષ ૨૦૧૬ની તારીખજુલાઇ ૧૯


ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.