વળા રજવાડું
Appearance
વળા રજવાડું વલ્લભીપુર વલ્લભીપુર | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું | |||||||
૧૭૪૦–૧૯૪૮ | |||||||
Flag | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૨૧ | 492 km2 (190 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૨૧ | 11386 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૭૪૦ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
|
વળા રજવાડું અથવા વલ્લભીપુર રજવાડું ૧૯૪૮ સુધી બ્રિટિશ શાસન સમયનું ભારતનું એક રજવાડું હતું, જેનું કેન્દ્ર વલ્લભીપુર હતું. રજવાડાંના છેલ્લા શાસકે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે કરાર પર સહી કરી હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]વળા રજવાડાંની સ્થાપના ૧૭૪૦માં ઠાકોર સાહેબ અખેરાજજીએ ભાવનગર રજવાડાની નજીક તેમના જોડિયા ભાઇ વિસાજી માટે કરી હતી. તે સૌરાષ્ટ્રના ઘણાં નાનાં રાજ્યોમાંનું એક હતું. તેમાં ૪૦ ગામોનો સમાવેશ થતો હતો. ૧૯૦૩-૦૪માં તેની વસ્તી ૧૩,૨૮૫ અને ૧૯૨૧માં તેની વસ્તી ૧૧,૩૮૬ વ્યક્તિઓની હતી.[૧]
આ રજવાડું બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સી હેઠળ આવતું હતું.[૨]
શાસકો
[ફેરફાર કરો]રાજ્યના શાસકો ગોહિલ રાજપૂત હતા, જેઓ ઠાકુર સાહેબ કહેવાતા હતા.[૩]
- ૧૭૪૦ - ૧૭૭૪ વિસાજી (મૃ. ૧૭૭૪)
- ૧૭૭૪ - ૧૭૯૮ નથુભાઇ વિસાજી (મૃ. ૧૭૯૮)
- ૧૭૯૮ - ૧૮૧૪ મેઘાભાઇ નથુભાઇ (મૃ. ૧૮૧૪)
- ૧૮૧૪ - ૧૮૩૮ હરભામજી મેઘાભાઇ (મૃ. ૧૮૩૮)
- ૧૮૩૮ - ૧૮૪૦ દૌલતસિંહજી હરભામજી (મૃ. ૧૮૪૦)
- ૧૮૪૦ - ૧૮૫૩ પતાભાઇ મેઘાભાઇ (મૃ. ૧૮૫૩)
- ૧૮૫૩ - ૧૮૬૦ પૃથ્વીરાજજી પતાભાઇ (મૃ. ૧૮૬૦)
- ૧૮૬૦ - ૨૦ ઓગસ્ટ ૧૮૭૫ મેઘરાજજી પૃથ્વીરાજજી (મૃ. ૧૮૭૫)
- ૨૦ ઓગસ્ટ ૧૮૭૫ - ૧૯૪૩ વખતસિંહજી મેઘજીભાઇ (મૃ. ૧૮૬૪ - મૃ. ૧૯૪૩)
- ૧૯૪૩ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ગંભીરસિંહજી વખતસિંહજી (મૃ. ૧૮૮૯ - મૃ. ૧૯..)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Rajput Provinces of India - Vala State (Princely State)
- ↑ Columbia-Lippincott Gazeteer p. 1417.
- ↑ Princely States of India