પાલિતાણા રજવાડું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પાલિતાણા રજવાડું
બ્રિટિશ ભારત
૧૧૯૪–૧૯૪૮

રાજચિહ્ન

રાજચિહ્ન
પાલિતાણાનું સ્થાન
સૌરાષ્ટ્રમાં પાલિતાણાનું સ્થાન
ઇતિહાસ
 •  સ્થાપના ૧૧૯૪
 •  ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૨૧ ૭૭૭ km2 (૩૦૦ sq mi)
વસ્તી
 •  ૧૯૨૧ ૫૮,૦૦૦ 
વસ્તી ગીચતા ૭૪.૬ /km2  (૧૯૩.૩ /sq mi)
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)
પાલિતાણાના મંદિરો, ઇ.સ. ૧૮૬૦

પાલીતાણા બ્રિટિશ શાસન વખતનું ભારતનું રજવાડું હતું, જે ૧૯૪૮ સુધી અસ્તિત્વમાં હતું. તેનું પાટનગર પાલીતાણા હતું. તેના છેલ્લા શાસકને ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળી જવા માટે ૧,૮૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું મળ્યું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

પાલિતાણાની સ્થાપના ૧૧૯૪માં રજવાડા તરીકે થઇ હતી અને તે સૌરાષ્ટ્રનું એક મુખ્ય રજવાડું હતું. પાલીતાણાનો વિસ્તાર ૭૭૭ ચો. કિમી હતો અને ૧૯૨૧ પ્રમાણે ૯૧ ગામોમાં વસ્તી ૫૮,૦૦૦ હતી, જેના વડે ૭,૪૪,૪૧૬ રૂપિયાનું મહેસૂલ ઉઘરાવાતું હતું. ૧૯૪૦માં તેની વસ્તી ૭૬, ૪૩૨ હતી.[૧]

પાલિતાણાના શાસકને ૯ તોપોની સલામી મળતી હતી.[૨]

શાસકો[ફેરફાર કરો]

પાલિતાણાના શાસકો હતા ગોહિલ રાજપૂતો હતા અને ઠાકુર સાહેબનો ઇકલાબ ધરાવતા હતા.[૩]

 • ૧૬૯૭ - ૧૭૩૪ પૃથ્વીરાજજી કાંધાજી
 • ૧૭૩૪ - .... નોંઘાનજી તૃત્રીય
 • .... - ૧૭૬૬ સરતાનજી દ્વિતિય
 • ૧૭૬૬ - ૧૭૭૦ આલુભાઇ
 • ૧૭૭૦ - ૧૮૨૦ ઉંડાજી
 • ૧૮૨૦ - ૧૮૪૦ કાંધાજી ચતુર્થ
 • ૧૮૪૦ - ૧૮૬૦ નોંઘાનજી ચતુર્થ
 • ૧૮૬૦ - પ્રતાપસિંહજી (અ. ૧૮૬૦)
 • ૧ જૂન, ૧૮૬૦ - નવેમ્બર ૧૮૮૫ સુરસિંહજી (જ. ૧૮૪૪ - અ. ૧૮૮૫)
 • ૨૪ નવે ૧૮૮૫ – ૨૯ ઑગસ્ટ ૧૯૦૫ માનસિંહજી સુરસિંહજી (જ. ૧૮૬૩ - અ. ૧૯૦૫) (૧ જાન્યુ ૧૮૯૬, સર માનસિંહજી સુરસિંહજી)
 • ૨૯ સપ્ટે ૧૯૦૫ – ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ બહાદુરસિંહજી માનસિંહજી (જ. ૧૯૦૦ - અ. ૧૯૬૪) (૧ જાન્યુ ૧૯૩૦ થી સર બહાદુરસિંહજી માનસિંહજી; મહારાજા ૧૯૪૪થી)

સંદર્ભ[ફેરફાર કરો]

વધુ વાચન[ફેરફાર કરો]

 •  ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). "Palitana" . એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. 20 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. p. 635. Check date values in: |year= (મદદ)