ઘોઘા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઘોઘા
घोघा / Ghogha
—  નગર  —

ઘોઘાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°41′14″N 72°16′27″E / 21.687339°N 72.27406°E / 21.687339; 72.27406
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
તાલુકો ઘોઘા તાલુકો
ગ્રામ પંચાયત ઘોઘા ગ્રામ પંચાયત
વસ્તી ૧૨,૨૦૮[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઘોઘા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક નગર છે અને તે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

નામ[ફેરફાર કરો]

ઘોઘા નામ જાણીતા રાજપૂત યોદ્ધા ગોગોબાવાના નામ પરથી પડ્યું એવું મનાય છે. વધુમાં ઘોઘા નામ તેના દરિયાકાંઠે મળતા શંખ ગોગાલા પરથી પણ પડ્યું હોઇ શકે છે.[૨][૩][૪]

વસ્તી[ફેરફાર કરો]

ઇ.સ. ૧૮૭૨માં ઘોઘાની વસ્તી ૯૫૭૧ હતી.[૨]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઘોઘાની વસ્તી ૧૨,૨૦૮ વ્યક્તિઓની હતી[૧].

બંદર[ફેરફાર કરો]

ઘોઘા અરબી સમુદ્રમાં આવેલા ખંભાતના અખાતના કિનારા પર વસેલું મહત્વનું બંદર છે અને અહીં એક દીવાદાંડી પણ આવેલી છે. ઘોઘા બંદરથી ભરૂચનાં દહેજ બંદરને જોડતી દહેજ ઘોઘા રો-રો ફેરી સેવા વર્ષ ૨૦૧૭ના એપ્રિલ મહિનાથી શરૂ થવાની હતી[૫] પરંતુ છેવટે ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું[૬].

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૮૭૭ના અમદાવાદ જિલ્લાના નકશામાં ઘોઘાનો Gogo તરીકે ઉલ્લેખ

આરબ વેપારીઓ સૌ પ્રથમ ૭મી સદીની આસપાસ ઘોઘા બંદરે આવ્યા હતા અને એક મસ્જીદ બાંધી હતી. એ સમયે મુસ્લીમોમાં મક્કાને બદલે બૈતુલ મુકાદ્દાસ (હાલનું જેરુસલામ) તરફ મોં રાખીને નમાજ પઢવાની પ્રથા હતી. ઇ.સ. ૬૨૨થી ૬૨૪ના વર્ષ દરમ્યાન મદીના હીજરત કરતા પહેલા ૧૬થી ૧૭ મહીનાના ટૂંકા ગાળા માટે મહંમદ પયગંબર અને એમના અનુયાયીઓ જેરુસલામ તરફ ચહેરો રાખી નમાજ પઢતા હતા. આ મસ્જીદ પણ એ સમયમાં બંધાઈ હોવાને લીધે એેનો મહેરાબ મક્કાને બદલે જેરુસલામ તરફ છે. આ કારણે એમ કહી શકાય કે આ ભારતની જૂનામાં જૂની મસ્જીદ છે.[૭]

અન્ય[ફેરફાર કરો]

ગુજરાતી કહેવતો લંકાની લાડીને ઘોઘાનો વર અને હીરો ઘોઘે જઇ આવ્યો માં ઘોઘાનો ઉલ્લેખ જોવા મળે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Ghogha Population Census 2011". Retrieved ૧૫ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (Public Domain text). Government Central Press. ૧૮૭૯. pp. ૩૪૦–૩૪૬. Check date values in: |year= (મદદ)
  3. Trans. Bom. Geo. Soc. VII. 103 [1846]
  4. Tod's Rajasthan, II. 413. ed. 1873
  5. "ઘોઘા-દહેજ ફેરી સર્વિસ શરૂ કરવા માટેની તૈયારી શરૂ, એપ્રિલમાં લોન્ચિંગ". સમાચાર. દિવ્ય ભાસ્કર, ભાવનગર આવૃત્તિ. ૯ જાન્યુઆરી ૨૦૧૭. Retrieved ૧૫ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  6. "ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત નિકટ આવશે". સમાચાર. ચિત્રલેખા. ૨૨ ઓક્ટોબર ૨૦૧૭. Retrieved ૧૭ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  7. "ઘોઘા". કુમાર માસિક. જુલાઇ ૨૦૧૨. pp. ૪૪૪.