ચિત્રલેખા

વિકિપીડિયામાંથી
ચિત્રલેખા
તંત્રીભરત ઘેલાણી
પૂર્વ સંપાદકહરકિસન મહેતા (૧૯૫૮-૧૯૯૮)
વર્ગસમાચાર સાપ્તાહિક
આવૃત્તિસાપ્તાહિક
સ્થાપકવજુ કોટક, મધુરી કોટક
પ્રથમ અંક૧૯૫૦
ભાષાગુજરાતી
મરાઠી
વેબસાઇટhttps://chitralekha.com/
વજુ કોટક માર્ગ, જ્યાં ચિત્રલેખાનું મૂળ કાર્યાલય આવેલું હતું.

ચિત્રલેખા એ એક ગુજરાતી ભાષામાં પ્રસારિત થતું જાણીતું અને લોકપ્રિય સાપ્તાહિક છે. ચિત્રલેખા અઠવાડિકનો પહેલો અંક ઇ.સ. ૧૯૫૦માં એ સમયના અગ્રગણ્ય પત્રકાર વજુ કોટક દ્વારા મુંબઇ ખાતેથી બહાર પડ્યો હતો. આ સામાયિકના સહસ્થાપક મધુરી કોટક અને માર્ગદર્શક તરીકે પ્રખ્યાત લેખક તેમ જ સાહિત્યકાર હરકિસન મહેતા હતા.

ચિત્રલેખામાં સમાચાર, સાંપ્રત ઘટનાઓ, સંસ્કૃતિ જેવા વિષયો પર લેખો ઉપરાંત ઝલક, વાહ ભાઈ વાહ, શબ્દોની સોનોગ્રાફી, જસ્ટ એક મિનિટ, દેશ-દુનિયા, કાર્ડિયોગ્રામ, દુનિયાને ઊંધા ચશ્માં, હેલ્થ-હેલ્પલાઇન, ધારાવાહિક નવલકથા તેમ જ મુખવાસ જેવી નિયમિત કટારો માણવા મળે છે. આ પૈકીની હાસ્ય લેખની શ્રેણી દુનિયાને ઊંધાં ચશ્માં પર આધારિત ટીવી ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પણ ખુબ જ લોકપ્રિય નિવડી છે.

માર્ચ, ૨૦૦૯માં પ્રમાણે આ સામાયિકના તંત્રીપદે ભરત ઘેલાણી અને ચેરમેન મૌલિક કોટક છે. ચિત્રલેખાનું મુખ્ય કાર્યાલય મુંબઇ, મહારાષ્ટ્ર માં ૬૨, વજુ કોટક માર્ગ ખાતે આવેલું હતું, જે પાછળથી અંધેરીમાં ખસેડાયું હતું.

૨૦ એપ્રિલ ૨૦૧૧ ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ચિત્રલેખા સામયિક પર એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવેલ છે. જેમાં તેના સ્થાપક વજુ કોટકની છબી પણ જોવા મળે છે.[૧][૨]

ચિત્રલેખામાં પ્રગટ થયેલ નવલકથાઓ[ફેરફાર કરો]

 • જગ્ગા ડાકુના વેર ના વળામણા - હરકિસન મહેતા
 • મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે - શિશિર રામાવત
 • જડ ચેતન -હરકિસન મહેતા
 • શેષ વિશેષ - હરકિસન મહેતા
 • લય પ્રલય- હરકિસન મહેતા
 • વેર વૈભવ - સૌરભ શાહ
 • અગિયારમી દિશા - દિનકર જોષી
 • લોહીનો રંગ લાલ -હરેન્દ્ર દવે
 • મુખવટો - હરેન્દ્ર દવે
 • પૂર્ણ અપૂર્ણ - કાઝલ ઓઝા વૈદ્ય
 • દરિયો એક તરસનો - કાઝલ ઓઝા વૈદ્ય
 • રાગ વૈરાગ્ય - કાઝલ ઓઝા વૈદ્ય

સંદર્ભ[ફેરફાર કરો]

 1. જૈન, માણિક (2008). ફિલા ઇન્ડિયા ગાઈડ બુક. ફિલાટેલીઆ. પૃષ્ઠ ૨૩૧.
 2. Department of Posts 2011 Stamps સંગ્રહિત ૨૦૨૧-૦૬-૦૯ ના રોજ વેબેક મશિન, Indian Postal Service, 2011.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]