લખાણ પર જાઓ

હરકિસન મહેતા

વિકિપીડિયામાંથી
હરકિસન મહેતા
જન્મહરકિસન લાલદાસ મહેતા
(1928-05-25)25 May 1928
મહુવા, ભાવનગર જિલ્લો, ગુજરાત
મૃત્યુ3 April 1998(1998-04-03) (ઉંમર 69)
મુંબઈ
વ્યવસાયલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
નોંધપાત્ર સર્જનોજગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, જડ-ચેતન, વંશ-વારસ, લય-પ્રલય

હરકિસન લાલદાસ મહેતા ગુજરાતી લેખક અને ચિત્રલેખા સાપ્તાહિકનાં સંપાદક હતા. તેમણે ઘણી નવલકથાઓ લખી છે.

જીવન[ફેરફાર કરો]

હરકિસન મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા ગામમાં ૨૫ મે, ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે મહુવામાં એમ. એન. હાઇસ્કૂલ ખાતે પ્રાથમિક શિક્ષણ સંપન્ન કર્યું.[૧] ત્યારબાદ જૂન ૧૯૪૫માં તેઓ મુંબઈ આવ્યા અને અહીં તેઓએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો.[૨]

૧૦ ફેબ્રુઆરી ૧૯૫૩ના રોજ માટુંગા, મુંબઈમાં તેમનાં લગ્ન કલાબેન સાથે થયાં હતાં.[૩]

તેઓ સોરાયસિસ નામના ચર્મરોગથી પીડાતા હતા.[૪] ૩ એપ્રિલ, ૧૯૯૮ના રોજ જૂહુ, મુંબઈ ખાતે હ્દયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[૫]

ચિત્રલેખા[ફેરફાર કરો]

૧૯૫૨માં તેઓ 'ચિત્રલેખા' સામયિકમાં વજુ કોટકના વડપણ હેઠળ જોડાયા પણ ૧૯૫૮ના જૂનમાં આર્થિક ભીંસને લીધે તેઓ છૂટા થયા.[૨] ત્યારબાદ ટૂંક સમય માટે તેમણે વિક્રોલીમાં ટેક્સટાઇલની લૂમ નાખી.[૬] વજુભાઈનાં અવસાન બાદ, તેઓએ ૧૯૫૯ થી ૧૯૯૮ સુધી ગુજરાતી 'ચિત્રલેખા'ના સંપાદક(તંત્રી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો.[૭][૮][૯]

સર્જન[ફેરફાર કરો]

તેમણે ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી હતી. તેમની નવલકથાઓમાં જગ્ગા ડાકુના વેરનાં વળામણાં, અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, ચંબલ તારો અંજાપો, માણસ નામે ગુનેગાર, સંસારી સાધુ, ભેદ-ભરમ, દેવ-દાનવ, અંત-આરંભ, પાપ-પશ્ચાતાપ, જોગ-સંજોગ, જડ-ચેતન,[૧૦] સંભવ-અસંભવ, તરસ્યો સંગમ, પ્રવાહ પલટાયો, મુક્તિ બંધન, શેષ-વિશેષ, વંશ-વારસ, ભાગ્ય સૌભાગ્ય, લય-પ્રલયનો સમાવેશ થાય છે. તેમણે વજુ કોટકની અધૂરી રહેલી નવલકથા ડોક્ટર રોશનલાલ પૂર્ણ કરી હતી.[૫]

સ્વિડન સોનાનું પિંજર તેમની પ્રવાસકથા છે. તેમણે શરીરથી જોડાયેલા સિયામી જોડિયા નામનું પુસ્તક સિયામિઝ જોડિયા ભાઇઓના જીવન પરથી લખ્યું હતું.[૫]

સૌરભ શાહે તેમના જીવન પર આધારિત પુસ્તક સર્જન-વિસર્જન નું સંપાદન કર્યું છે.[૧][૧૧]

પૂરક વાચન[ફેરફાર કરો]

 • શાહ, સૌરભ, સંપાદક (૨૮ ફેબ્રુઆરી ૨૦૦૩). હરકિસન મહેતા: સર્જન વિસર્જન. રાજકોટ: પ્રવિણ પ્રકાશન. OCLC 52929273.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "સર્જન-વિસર્જન – હરકિસન મહેતા". Readgujarati.com. ૧૮ ડિસેમ્બર ૨૦૦૭. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
 2. ૨.૦ ૨.૧ Shah, Saurabh (2020-05-25). "હરકિસન મહેતાનાં સાઠ વર્ષનું જમા-ઉધાર : સૌરભ શાહ | NewsPremi Gujarati". www.newspremi.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-05.
 3. શાહ, સૌરભ. "'મારો પ્યૂન જોઈતો હોય તો એને પણ લઈ જાવ'". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
 4. Shah, Saurabh (2020-05-28). "કરવા જેવી ઘણી ભૂલો નથી કરી એનું દુઃખ છે! : હરકિસન મહેતા | NewsPremi Gujarati". www.newspremi.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-05.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ કૃતેશ (૨૯ જુલાઇ ૨૦૧૧). "હરકિસન મહેતા,Harkisan Mehta". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
 6. Shah, Saurabh (2020-05-26). "હરકિસન મહેતાએ 'ચિત્રલેખા' છોડીને વિક્રોલીમાં કાપડની લૂમ નાખી: સૌરભ શાહ | NewsPremi Gujarati". www.newspremi.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-06-05.
 7. Jack Canfield, Mark Victor Hansen, Raksha Bharadia (૨૧ નવેમ્બર ૨૦૧૩). CHICKEN SOUP FOR THE INDIAN GOLDEN SOUL. Westland. પૃષ્ઠ ૯૧. ISBN 978-93-80658-22-3.CS1 maint: multiple names: authors list (link)[હંમેશ માટે મૃત કડી]
 8. શાહ, સૌરભ (૯ જુલાઇ ૨૦૦૯). "મારા તંત્રીઓ-૩ હરકિસન મહેતા: આખાબોલા, અડીખમ અને એકાગ્ર". Saurabh Shah Online. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
 9. Mehta, Deepak. "ધારાવાહિક નવલકથાને ઊની આંચ નહિ આવે". Opinion. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
 10. "શમી ગઈ એક મૂગી ચીસ : હરકિસન મહેતાની "તુલસી"નું નહીં આવ્યું હેપ્પી એન્ડીંગ". Khabarchhe.com. ૨૮ મે ૨૦૧૫. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.
 11. Shah, Saurabh. "પોતાનું વિસર્જન કરીને પાત્રોનું સર્જન કરનારા". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૫.