મોખડાજી ગોહિલ

વિકિપીડિયામાંથી
મોખડાજી ગોહિલ

મોખડાજી ગોહિલ (૧૩૦૯ - ૧૩૪૭) ગુજરાત રાજ્યના ભાવનગર નજીક આવેલા ઘોઘાના રાજપૂત શાસક હતા. તેઓ ૧૩મી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા રાજસ્થાનના ખારગઢના સેજકજી ગોહિલના વંશજ હતા. મોખડાજી ગોહિલ દિલ્હીના તખલઘ વંશના મહમદ તખલઘ (૧૩૨૫ - ૧૩૫૧)ના સમકાલીન હતા.

જન્મ અને પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

ઠાકોરજી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાથી રાજપાટ યુવાન વયના મોખડાજીને સોંપીને તેઓ હિમાલય ચાલ્યા ગયા. તે સમયે પણ મોખડાજી તેમની સાથે હિમાલય ગયા અને પાછા ફરતી વખતે દિલ્લી થઇ આવ્યા જ્યાં તેમની ભેટ ખુશરો ખાન સાથે થઇ જેમણે મોખડાજીને લડાઈ માટે તૈયારી કરવાનું જણાવ્યું.

યુદ્ધની તૈયારી[ફેરફાર કરો]

પાછા ફરીને તેમને નૌશક્તિમાં વધારો કર્યો અને ઘોઘા કબજે કરીને પીરમબેટને પોતાની રાજધાની બનાવી અને ત્યાં જતા રહ્યા. તેમને દિલ્લી સલ્તનતનો ખજાનો ખંભાતના અખાતમાંથી અરબ દેશ તરફ જવાની માહિતી મળતા ખજાનો લુટી લીધો. તે સમયે મોહમ્મદ-બિન-તુઘલક દિલ્લીનો બાદશાહ હતો. તેમને વખતો-વખત આવી લુંટ ચલાવી અને પોતાની નૌસેનીક શક્તિ ખુબ જ વધારી. તેમણે તળાજાના જેઠવાને હરાવી તેને કબજે કર્યું અને રાજપીપળાની રાજકુંવરીને પરણ્યા. હવે ભરૂચથી સોમનાથ સુધી સમુદ્રી સીમા તેમના વર્ચસ્વ હેઠળ હતી. સ્થાનિક શાસકો પણ તેમને સમર્થન કરી તેમની સાથે આવ્યા અને તેઓ પોતાનું રાજ પીરમબેટ અને ચાંચ બેટથી ચલાવતા હતા. તેઓ દિલ્લી સલ્તનત સામે બળવો કરી તેમનો ખજાનો લુંટતા રહ્યા અને તેઓ ચાંચીયા કહેવાતા. સમુદ્રી લુટારા માટે ચાંચીયા નામનો પર્યાય પણ તેને લીધે જ થયો. દિલ્લી સલ્તનત માટે સમુદ્રી માર્ગે વ્યાપાર મોખડાજી ગોહિલને કારણે દુષ્કર બન્યો. તેણે મોખડાજી ને હરાવવા તેના પર હુમલો કરવા સેનાપતિને આદેશ કર્યો અને સેનાપતિએ પીરમબેટને ઘેરવા પ્રયાસ કર્યો અને મોખડાજીની અનુભવી નૌસેનાએ ગણતરીના દિવસોમાં જ તેના આક્રમણખોરોને પરાસ્ત કર્યા.

પછી મોહમ્મદ-બિન-તુઘલક પોતે ગુજરાત આવ્યો. ઘોઘાને પડાવ બનાવી ઘણા મહિના પ્રયાસ કર્યો પણ તે ફાવ્યો નહિ. તેને ખબર હતી કે જમીન પર લડાઈ થાય તો તેમને હરાવવા સહેલા છે, કારણ કે તેની પાસે વિશાળ સેના હતી. છેલ્લે થાકીને તેને એક વેપારીને પીરમબેટ મોકલ્યો અને તેને મોખડાજીને જણાવ્યું કે તુઘલકની સેનાને લીધે વેપારમાં સમસ્યાઓ છે અને તમારી સાથે યુદ્ધ કર્યા વગર તે જશે નહિ. તરત જ મોખડાજીએ સેનાને આદેશ આપ્યો કે હવે યુદ્ધ ઘોઘાના દરિયા કિનારે કરવા તૈયારી કરો. એ સમયે તેમને પરિણામની પણ ખબર હતી.

અંતિમ સમય[ફેરફાર કરો]

ખુબ ઘાયલ થવા છતાં દિવસો સુધી તેઓ લડતા રહ્યા. છેલ્લા સમયે લડાઈમાં તેમનું માથું ઘોઘાના પાદરમાં ધડથી અલગ થયું અને તેમ છતાં તેઓ વગર માથે આઠ દિવસ (૩૦ કી.મી) સુથી લડતા રહ્યા અને છેક ખદરપરમાં તેઓ ઢળી પડ્યા. ઘોઘાથી ખદરપર અત્યારે ૩૦ કી.મી. થાય છે. તે સમયે લોકો કહેતા કે દસ ગાઉ સુધી તેઓ માથા વગર લડ્યા રહ્યા. આ જોઇને મોહમ્મદ-બિન-તુઘલક પણ અસ્વસ્થ થયેલો અને કેટલાય દિવસો સુધી તે ઊંઘી શક્યો નહોતો.

સંદર્ભ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • ગુણવંતરાય આચાર્ય. દરિયાપીર.
  • ગુણવંતરાય આચાર્ય. પીરમ નો પાદશાહ.
  • ગુણવંતરાય આચાર્ય. વિશલદેવ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]