લખાણ પર જાઓ

પીરમબેટ

વિકિપીડિયામાંથી
પીરમ બેટ
पीरम टापु/ Piram Island
ખંભાતના અખાતનું મોતી
—  ટાપુ  —
પિરમ બેટ તરફ જતી હોડીમાંથી દેખાતો પિરમ બેટ
પિરમ બેટ તરફ જતી હોડીમાંથી દેખાતો પિરમ બેટ
પીરમ બેટનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°35′55″N 72°21′28″E / 21.598704°N 72.357903°E / 21.598704; 72.357903
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
માલીક સિદ્ધરાજસિંહ રાઓલ
શહેરી વિકાસ સત્તાતંત્ર પીરમ બેટ ડેવલપર્સ
ભાવનગર
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૦ (૨૦૧૧)

• 0/km2 (0/sq mi)
• ૦ (0)

લિંગ પ્રમાણ ૦ /
સાક્ષરતા

• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૦% 

• 0%
• 0%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     34.26 °C (93.67 °F)
     38.82 °C (101.88 °F)
     14.45 °C (58.01 °F)

વેબસાઇટ www.piramislanddevelopers.com/

પીરમ બેટ અથવા પીરમ ટાપુ ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં આવેલો ટાપુ છે.

૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી. અંદર છે. યાંત્રિક હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે.[] અહીંથી ઘણા પુરાતન અવશેષો મળી આવ્યા છે. જૂની મૂર્તિઓ અને પ્રાણીઓના અશ્મિઓ હાથ લાગ્યા છે, તેથી એમ કહી શકાય કે કોઇ કાળે અહીં મોટું નગર હશે.[] અહીંયા મળેલા પ્રાણિઓના અશ્મિઓમાં નાશ પામેલ પ્રજાતીઓ જેવી કે હાથી, ગેંડા, હિપોપોટેમસ અને અતિ વિશાળ માછલીઓના અશ્મિ સામેલ છે.[] પીરમબેટ પ્રવાસીઓ માટે સુંદર સ્થાન છે. બેટ પર એક દીવાદાંડી પણ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

"ગ્રીક ઓફ ધ હેલેનિસ્ટીકે" ઇ.સ. ૨૪૭ની સાલમાં લખેલા "પેરીપ્લસ ઓફ ધ એરીથ્રેરીયન સી" નામના પુસ્તકમાં પીરમ બેટનો ઉલ્લેખ કરેલો છે.[]

ભારતની આઝાદી પહેલાનાં ભાવનગર રાજ્યના રાજવીઓના પુર્વજોમાં ના એક મોખડાજી ગોહિલે ઘોઘા નજીક દરીયામાં આવેલા પીરમ બેટ પર પોતાની રાજધાની સ્થાપી.[] જ્યારે એમને ખબર પડી કે દિલ્હીની મોગલ સલ્તનત ખંભાતથી દરીયામાર્ગે ખજાનાની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે એમણે પોતાના નૌકાદળની મદદથી એ ખજાનો લુટ્યો. એ સમયે ૧૩૨૫માં પોતાના પિતાના મૃત્યુ પછી મોહમ્મદ બીન તુઘલખનું દિલ્હીની ગાદી પર રાજ્ય હતું. મોખડાજી એ બધી જ સંપત્તિ પોતાના નૌકાદળને સુદૃઢ કરવામાં વાપરી.[] ત્યાર પછી મોખડાજીએ તળાજાના જેઠવા રાજપુતો પાસેથી તળાજા કબ્જે કર્યુ અને તેની દીકરી સાથે લગ્ન કર્યા. પછીથી તેમણે રાજપીપળાની રાજકુમારી સાથે પણ લગ્ન કર્યા. આથી સોમનાથ થી ખંભાત સુદીનો દરીયાકાંઠો એમની સત્તા નીચે આવ્યો. કેટલાક સ્થાનિક સરદારોની મદદથી તેમાણે પીરમ બેટ અને ચાંચ બેટ (હાલના પીપાવાવ બંદર નજીકના) પરના નૌકાદળના થાણા વધારે મજબુત બનાવ્યા. કાઠીયાવાડ અને ખંભાત પ્રદેશમાં દિલ્હી સલ્તનત સામે જેમને પણ વાંધો હતો એ બધા જ રાજાઓનો એમને સાથ મળ્યો. દિલ્હી સલ્તનત સામે આ રીતે બળવો કરનારા બધા રાજાઓ "ચાંચ બેટ" પરની તેમની જમાવટ ને કારણે ચાંચીયા તરીકે ઓળખાયા.[] હાલમાં પણ ગુજરાતી ભાષામાં આ શબ્દ દરીયાઇ લુટફાટ ચલાવનારાઓ માટે વપરાય છે.[] મોખડાજી અને એમના સાથીઓના નૌકાદળની પીરમ અને ચાંચ બેટ પર હાજરી ને લીધે દિલ્હી સલ્તનતનાં ખંભાત અને ભરૂચ બંદરેથી ચાલતા વહાણવટાને ખુબ ખરાબ અસર પડી અને સુલતાને પીરમ પર ખંભાત, ભરૂચ અને ઘોઘા એમ ત્રણેય બાજુથી હુમલો કર્યો પણ દરીયાઇ લડાઇમાં બિન-અનુભવી લશ્કર હોવાને લીધે સુલતાનનો પરાજય થયો.[]

ત્યારબાદ મોહમ્મદ બીન તુઘલખ જાતે દિલ્હીથી ગુજરાત મોખડાજી સાથે લડવા આવ્યો. તેણે ઘોઘાને પોતાનું થાણું બનાવ્યુ અને મોખડાજી ગોહિલનો નાશ કર્યા વગર પાછા ન જવાની સોગંદ ખાધી. છેતરીને મોખડાની ઘોઘાના કાઠે તેડાવીને તેમનું માથુ કાપી નાખી હત્યા કરી. દગાથી પોતે જ મારેલા મોખડાજીનું માથા વગરનું ધડ જોઇ પોતે એટલો વ્યથિત થયો કે પીરમનો કબ્જો ન લીધો. આ બનાવ ૧૩૪૭માં બન્યો હતો. પીરમ આમ ગોહિલ વંશના રાજાઓ પાસે જ રહ્યું. હાલમાં પણ પીરમ બેટ પર મોખડાજીના વસવાટના પુરાવા અશ્મિરૂપે જોવા મળે છે.

આમ છેક ઇ.સ. ૧૩૨૫ થી લઇને ૧૯૪૭ સુધી (ભારતની આઝાદી પહેલાના સમયમાં) પીરમ ટાપુ ભાવનગર રાજ્યનો હિસ્સો હતો. ભાવનગર રાજ્યએ ખંભાતના અખાતના આ ભાગમાં થતા વહાણવટા પર નજર રાખવા ટાપુના અગ્નિ ખુણામાં એક બુરજ બનાવ્યો હતો. બ્રિટીશ શાસન દરમ્યાન આ જગ્યા વ્યુહાત્મકરીતે અગત્યની લાગતા એમણે ૧૮૬૪-૬૫ ના વર્ષો દરમ્યાન અહીં ૨૪ મીટર ઉચી દીવાદાંડીની ઇમારત બનાવી.

પીરમબેટ પરની દીવાદાંડી

[ફેરફાર કરો]

૨૦૧૦થી પીરમબેટને ખાનગી માલીકીનો ગણી દિવાદાંડીને બંધ કરી દેવામાં આવી છે[] અને કર્મચારીઓને ત્યાંથી અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.[]

ક્રમ ઓળખ / ખાસીયત વર્ણન
પ્રકાશનો ઝબકારો થવાનો સમય દર ૧૫ સેકંડ
મિનારો કાળા અને સફેદ પટ્ટાઓ ધરાવતો ૩૦ મીટરની ઉચાઇ ધરાવતો મિનારો
સમુદ્રતળથી ઉચાઇ ૩૩ મીટર
સમુદ્રમાં પ્રકાશ વિતરણનો ક્ષેત્રવિસ્તાર ૨૪ નોટીકલ માઇલ્સ
પ્રકાશનું સાધન બે મીટરનો વ્યાસ ધરાવતા લાલટેન ઘરમાં ૧૦૦ મિ.મિ. નુ એક એવા બે ચળકતા નળાકાર અરીસાની બે હારમાળામાં ગોઠવણી
જરૂરી ઉર્જાનું ઉગમસ્થાન ૪૪૦V, ૫૦ H નો મુખ્ય વિજળીનો પ્રવાહ અને એક વધારાનું જનરેટર
સ્થાપનાનું વર્ષ ૧૮૬૫ અને એ પછી અનુક્રમે ૧૮૭૬, ૧૯૩૫, ૧૯૬૨, ૧૯૬૭,૧૯૮૭,૧૯૯૨, ૧૯૯૬,૨૦૦૩,૨૦૦૪ માં વિવિધ નવિનીકરણ હાથ ધરાયુ.

વન્ય-જીવન

[ફેરફાર કરો]

ઓગષ્ટ થી સપ્ટેમ્બર મહીના દરમ્યાન[][] અહીંયા ઓલિવ રીડલી દરીયાઇ કાચબા અને લીલા દરિયાઇ કાચબા રાત્રીના ભરતીના સમય દરમ્યાન સમુદ્રકિનારાની રેતીમાં ઇંડા મુકવા આવે છે. ભાવનગરના જાણીતા કેળવણીકાર અને પ્રકૃતિવિદ્ દીપકભાઈ મેહતાએ પીરમબેટના પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ સુધારણા, વનિકરણ, અને જળસંગ્રહ બાબતે ૧૯૮૮થી ૧૯૯૫ના વર્ષ દરમ્યાન અહીં ધણી પ્રકૃતિ શિક્ષણ શિબિરો પીરમબેટ યોજેલ. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના અનુમાન પ્રમાણે પીરમબેટ પર ૫૦થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે તેમાંના મોટા ભાગના જળચર પક્ષીઓ છે.

પરિસ્થિતી તાદામ્ય પ્રવાસન

[ફેરફાર કરો]
પીરમબેટ પરિસ્થિતી તાદામ્ય પ્રવાસન
પિરમબેટના પર્યાવરણ સંરક્ષણ શિબિર દરમ્યાન દીપકભાઈ પ્રવાસી હોડીમાંથી દરીયામાં દુરથી દેખાતો પીરમબેટ


હવામાન

[ફેરફાર કરો]
હવામાન માહિતી પીરમબેટ
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 35
(95)
38
(100)
43
(109)
45
(113)
46
(115)
45
(113)
40
(104)
38
(100)
40
(104)
41
(106)
38
(100)
35
(95)
46
(115)
સરેરાશ મહત્તમ °C (°F) 28
(82)
30
(86)
35
(95)
38
(100)
40
(104)
37
(99)
33
(91)
32
(90)
33
(91)
35
(95)
32
(90)
29
(84)
34
(92)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 12
(54)
14
(57)
18
(64)
23
(73)
25
(77)
26
(79)
25
(77)
25
(77)
23
(73)
21
(70)
17
(63)
13
(55)
20
(68)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) 0.55
(32.99)
2
(36)
8
(46)
12
(54)
19
(66)
20
(68)
20
(68)
21
(70)
20
(68)
13
(55)
6
(43)
5
(41)
0.55
(32.99)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 0
(0)
0
(0)
0
(0)
0
(0)
10
(0.4)
90
(3.5)
170
(6.7)
130
(5.1)
90
(3.5)
20
(0.8)
0
(0)
0
(0)
510
(20)
સરેરાશ વરસાદી દિવસો 0 0 0 0 1 6 10 8 5 1 0 0 31
Average relative humidity (%) 48 42 41 44 53 64 75 80 75 56 49 50 56
સ્ત્રોત: Weatherbase[]
ઘોઘા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ મહેતા, દિપક પ્ર (૧૯૯૪). પીરમબેટ એક ઝલક. ભાવનગર: પીલક પર્યાવરણ ટ્રસ્ટ.
  2. ૨.૦ ૨.૧ "વેટસન", "જોહન ડબલ્યુ.". "વોલ્યુમ-૮, પ્રકરણ-૧ કાઠિયાવાડ". ગેઝેટીયર ઓફ બોમ્બે પ્રેસીડન્સી -. બોમ્બે પ્રેસીડન્સી. pp. ૬૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ રાઓલ, વિરભદ્રસિંહજી (૧૯૯૪). The Rajputs of Saurashtra.
  4. "ગુજરાતી લેક્ષીકોન". ચંદરીયા ફાઊડેશન. મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  5. "દિવાદાંડી દર્શાવતી ઊપગ્રહ દ્વારા લેવાયેલી તસ્વીર". ગુગલ મેપ્સ. મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  6. University of North Carolina (Posted February 6, 2006. Checked and revised January 9, 2013). "Lighthouses of India: Southern Gujarat, Daman and Diu". University of North Carolina. મૂળ માંથી ઑક્ટોબર 9, 2016 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  7. મહેતા, દીપક પ્ર. (૨૦૦૨). પીરમ બેટની દરીયાઇ જીવ સૃષ્ટીનો અભ્યાસ. ભાવનાગર.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  8. પટેલ, એસ. કે. "Study of sea turtles from Piram Island in the Gulf of Cambay (Gujarat, India)". Bioved. 2(1): 51-52.
  9. "આબોહવા-પીરમબેટ". મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. ખંડ  ૮. Government Central Press. ૧૮૮૪.માંથી માહિતી ધરાવે છે.