ચર્ચા:પીરમબેટ
Appearance
જોડણી
[ફેરફાર કરો]www.gujaratilexicon.com નો સંદર્ભ:
બૅટ=ક્રિકેટની રમતમાં વપરાતો હાથાવળો ચપટ ઘાટનો પાટડો (લાકડાનો)
બેટ=ચારે બાજુ પાણીથી વીંટાયેલો જમીનનો ભાગ, ટાપુ, 'આઇલૅન્ડ.' (૨) દ્વારકા પાસેનો શંખોદ્ધાર બેટ. (રૂઢ સંજ્ઞ
ભાગવદ્ગોમંડલ ના સંદર્ભે: બૅટ= આવો કોઈ શબ્દ નથી. બેટ=ટાપુ
- વાહ, સરસ માહીતી અને સંશોધન. આભાર.
- હજુ થોડી મદદ કરી શકો? બે શબ્દ - ઘોડો - એક પ્રાણી અને ઘોડો - બંદુકનો ઘોડો અને કશેક ચડવા માટે વપરાતુ લાકડાનું સાધન. એ બન્ને ઘોડો શબ્દના ઉચ્ચાર અલગ છે અને મને ખબર નથી પરંતુ લખવામાં પણ ભેદ હોવો જોઇએ એમ માનુ છુ. આપને કશો ખ્યાલ છે ખરો? આવા ઘણા શબ્દો હોઇ શકે છે. અત્યારે જ એક અન્ય ઉદાહરણ યાદ આવે છે ચોરી - એક ગુન્હો અને ચોરી - લગ્ન પ્રસંગે વપરાતી વસ્તુ. આ બે શબ્દમાં પણ ઉચ્ચાર ભેદ છે અને કદાચ લખાય છે પણ અલગ અલગ રીતે. આ જ પ્રમાણે ક્રિકેટના બેટ અને ટાપુ માટે વપરાતા બેટમાં પણ ઉચ્ચાર ભેદ છે તો લખવામાં પણ ભેદ છે ખરો?
- થોડા વર્ષ પહેલા ઇ-ટીવી ગુજરાતી પર ડો. અનિલભાઈ કાણેનો એક ઇન્ટર્વ્યુ જોયાનું યાદ આવે છે જેમા એમણે આ વિષે વિગતે સમજાવ્યુ હતુ, ભુલતો ના હોઉ તો ઇન્ટર્વ્યુ લેનાર જય વસાવડા ગતા. પણ મારા કમનસીબે હવે મને જોડણી વિષે એમણે ત્યારે શું કહેલુ એ યાદ આવતુ નથી. જો કોઇને યાદ હોય તો જણાવવા વિનંતિ. --Tekina ૦૪:૧૬, ૨૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ઉપર જણાવેલા બધા જ ઘોડાના ઉચ્ચાર સરખા જ થાય છે. હા, ગુજરાતના અમુક વિસ્તારમાં પ્રાણીનો ઉચ્ચાર પણ ઘૉડો કરવામાં આવે છે. સામન્ય જૉડણીના નિયમ પ્રમાણે પહોળા ઉચ્ચારનો 'ઑ' ગુજરાતી શબ્દો માટે વપરાતો નથી, તે ફક્ત અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દોનું ભાષાંતર કરતી વખતે વાપરવામાં આવે છે. જેમકે બૅંક. ચોરી અને ચોરી બંનેનો ઉચ્ચાર અલગ હોવા છતાં જોડણી એક જ થાય છે. (હવેથી હું અહીં ચર્ચાઓમાં ભાગ નહી લઉં, જો જરૂર હોય તો ઈમેલ દ્વારા મારો સંપર્ક કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૨૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- મદદ માટે આભાર --Tekina ૧૪:૧૭, ૨૪ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)