ખંભાતના અખાત પર આવેલું આ ગામ સુંદર સમુદ્ર તટ તેમ જ રમણીય સ્થળ તરીકે વિખ્યાત પર્યટન સ્થળ છે. ભાવનગર શહેરથી કુડાનું અંતર ત્રીસ કિ.મી. જેટલું છે. સહેલાણીઓનું આ માનીતું સ્થળ હોઇ અહીં મુલાકાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભાવનગરથી કોળીયાક જતા વચ્ચે, કોળીયાકમાં વહેતી માલેશ્રી નદીના સામા કાઠે ગુંદી નામનું ગામ છે ત્યાંથી કુડા જવા માટેનો રસ્તો ફંટાય છે.