સિહોર જંકશન રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
સિહોર જંકશન રેલ્વે સ્ટેશન
સિહોર જંકશન
ભારતીય રેલ્વે સ્ટેશન
સ્થાન સિહોર સ્ટેશન રોડ, સિહોર, ગુજરાત ૩૬૪૨૪૦
 India
માલિક ભારતીય રેલ
સંચાલક પશ્ચિમ રેલ્વે
લાઇન ભાવનગર-ધોળા રેલ્વે લાઈન, સિહોર-પાલીતાણા રેલ્વે લાઈન
પ્લેટફોર્મ
ટ્રેક 3
જોડાણો ભાવનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ
બાંધકામ
બાંધકામ પ્રકાર ભૂ-સ્થિત સામાન્ય સ્ટેશન
પાર્કિંગ હા
અન્ય માહિતી
સ્થિતિ કાર્યરત
સ્ટેશન કોડ SOJN
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ ભાવનગર
વિદ્યુતકરણ ના

સિહોર જંકશન રેલ્વે સ્ટેશન ભાવનગર-ધોળા રેલ્વે લાઈન પર આવેલું એક અગત્યનું જંકશન રેલ્વે સ્ટેશન છે. સિહોર જંકશન ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ, પાલનપુર, અજમેર, જયપુર, દિલ્હી, મેંગલોર, તિરુવનંતપુરમ્, રાજકોટ, પાલીતાણા, સુરેન્દ્રનગર સહિત અનેક સ્થળો સાથે જોડાયેલું છે.

સુવિધાઓ[ફેરફાર કરો]

સિહોર જંકશન રેલ્વે સ્ટેશન સિહોર શહેરનું મુખ્ય રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન પર આરક્ષિત તેમજ અનારક્ષિત યાત્રિકો માટે પ્રતિક્ષાલય બનાવેલું છે તથા અહિંની ટિકિટ બારીએથી આરક્ષિત અને અનાઆરક્ષિત ટિકિટ મેળવી શકાય છે.

મુખ્ય રેલગાડીઓ[ફેરફાર કરો]

સિહોર જંકશન રેલવે સ્ટેશન પરથી દરરોજ ૩૬ ગાડીઓ પસાર થાય છે જેમાં નીચેની રેલગાડીઓ મુખ્ય છે:

  • ભાવનગર-બાન્દ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસ
  • ભાવનગર-સુરત એક્સપ્રેસ
  • ભાવનગર-દિલ્લી એક્સપ્રેસ
  • ભાવનગર-બાન્દ્રા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • પાલિતાણા-બાન્દ્રા એક્સપ્રેસ