બળવંત પારેખ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બળવંત પારેખ (૧૯૨૫-૨૫ જાન્યુઆરી ૨૦૧૩) જેઓ બળવંતરાય કલ્યાણજી પારેખ અને બી. કે. પારેખ તરીકે પણ જાણીતા હતા ભારતીય ઉદ્યોગપતિ અને પિડિલાઇટ ઉદ્યોગ સમૂહના સ્થાપક હતા. તેઓ "ઇન્ડિયાસ ફેવિકોલ મેન" તરીકે પ્રખ્યાત હતા.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

બળવંત પારેખનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા નગરમાં થયો હતો. તેમના દાદા ન્યાયાધીશ હતા. તેમણે તેમનું પ્રારંભિક શાળા શિક્ષણ મહુવા ખાતે પૂર્ણ કર્યું અને સરકારી કાયદા કોલેજ, મુંબઈમાંથી સ્નાતકની પદવી મેળવી. જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે તેમના લગ્ન કાંતાબેન સાથે થયા. બળવંતભાઇએ ક્યારેય વકીલાત ન કરી અને તેમણે મુંબઈમાં રંગ અને છાપકાપની કંપનીઓમાં કામ કર્યું. તેમણે એક લાકડાના વેપારીને ત્યાં પટાવાળાની નોકરી કરી જ્યાં તેઓ તેમની પત્નિ સાથે વખારમાં રહેતા હતા. તેમણે તેમનો પોતાનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું અને મોહન નામના રોકાણકારની મદદથી સાયકલ, સોપારી અને રંગોની આયાત પશ્ચિમી દેશોમાંથી શરૂ કરી. વેપાર શરૂ કર્યા બાદ તેઓ તેમના પત્નિ, પુત્ર અને ભાઇ સુશિલ સાથે મુંબઈના સાયન વિસ્તારમાં સ્થાયી થયા.

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રિઝ[ફેરફાર કરો]

તેઓ એક જર્મન પેઢી ફેડકો સાથે અન્ય એક જર્મન કંપની હોએચસ્ટના પ્રતિનિધિ તરીકે ૫૦ ટકાની ભાગીદારીમાં જોડાયા. ૧૯૫૪માં હોએચસ્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના નિમંત્રણથી તેઓ એક મહિના માટે જર્મની ગયા. હોએચસ્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના મૃત્યુ પછી કંપનીએ સીધો બજારમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. ૧૯૫૪માં બળવંત પારેખે રંગ અને ઔદ્યોગિક રસાયણોનો વેપાર અને ઉત્પાદન મુંબઇના જેકોબ સર્કલમાં તેમના ભાઇ સુશિલ સાથે શરુ કર્યું અને તેને પારેખ ડાઇકેમ ઇન્ડસ્ટ્રિઝ આપ્યું.[૨] તેમણે ફેડકોના વધુ શેર ખરીદવાનું શરૂ કર્યું અને ફેવિકોલ નામનો ગુંદર બનાવ્યો. આ નામની પ્રેરણા તેમને જર્મન શબ્દ 'કોલ' પરથી મળી જેનો અર્થ થાય જે કોઇપણ વસ્તુને મજબૂત રીતે જોડે છે તેવો થાય છે અને અન્ય એક સમાન જર્મન ઉત્પાદન 'Movicol' પરથી મળી. બળવંત પારેખના નાના ભાઇ નરેન્દ્ર પારેખ પણ તેમનો અભ્યાસ પૂર્ણ કરી વ્યાપારમાં જોડાયા. ૧૯૫૯માં કંપનીનું નામ પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ કરવામાં આવ્યું.[૩][૪]

દાન અને સખાવત[ફેરફાર કરો]

તેમણે મહુવામાં આર્ટસ અને સાયન્સ કોલેજ શરૂ કરવામાં મદદ કરી હતી. તેમણે ભાવનગરનો સાયન્સ સિટી પ્રકલ્પ શરૂ કરવામાં ૨ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદને પણ દાન આપ્યું હતું. ૨૦૦૯માં તેમણે વડોદરામાં મનો વિજ્ઞાનનું બળવંત પારેખ સેન્ટરની સ્થાપના કરી હતી.[૫][૬]

પુરસ્કારો અને સન્માનો[ફેરફાર કરો]

 • જે. ટેલ્બોટ વિન્સેલ એવોર્ડ ૨૦૧૧.[૭]
 • ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં તેમને ભારતના ૪૫માં ધનિક વ્યક્તિ તરીકે મૂકવામાં આવ્યા હતા.[૮]

અન્ય હોદ્દાઓ[ફેરફાર કરો]

તેમણે વિનાઇલ કેમિકલ્સ ઇન્ડિયા અને પિડિલાઇટ ઇન્ડસ્ટ્રિઝના સ્થાપક ચેરમેન તરીકેના હોદ્દાઓ સંભાળ્યા હતા.[૯]

કુટુંબ[ફેરફાર કરો]

બળવંત પારેખના પુત્રો મધુકર પારેખ અને અજય પારેખ તેમના કૌટુંબિક વ્યવસાય પિડિલાઇટ ઇન્ડસ્ટ્રિઝમાં સક્રિય છે.[૧૦] બળવંત પારેખ તેમના નજીકના મિત્ર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના સ્થાપક ધીરૂભાઇ અંબાણી રહેતા હતા તે જ ઇમારત ઉષા કિરણમાં કારમાઇકલ રોડ, મુંબઇમાં રહેતા હતા.[૧૧]

તેઓ ૮૮ વર્ષની વયે ૨૫ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ અવસાન પામ્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Balvant Parekh, India's Fevicol Man, Dies". Forbes. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 2. "Balvant Parekh: A Legacy That Sticks". Forbes. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 3. "Fevicol fame Pidilite Industry's founder Balvantbhai Parekh passes away". Desh Guarat. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 4. "Company History - Pidilite Industries Ltd". The Economic Times. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 5. "Balvant Parekh Centre for General Semantics and Other Human Sciences". Balvant Parekh Centre. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 6. "School dropout who's all starry-eyed". Times of India. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 7. "Pidilite founder wins award". Top News. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 8. "Balvant Parekh - India's 100 Richest People". Forbes. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 9. "Balvantray Kalyanji Parekh". Bloomberg. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 10. "Sticking with Family : Glue Magnate and Family Business leader Dies". Campden. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
 11. "Fevicol fame Pidilite Industry's founder Balvantbhai Parekh". Desh Gujarat. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)