તારાબાઈ મોડક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તારાબાઈ મોડક (અંગ્રેજી:Tarabai Modak) (ઓગણીસમી એપ્રિલ[૧], ૧૮૯૨-૧૯૭૩) એ જાણીતા કેળવણીકાર હતાં. એમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. એમણે ઈ. સ. ૧૯૧૪ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટી ખાતેથી સ્નાતકની પદવી મેળવી હતી.

સ્નાતક થયા પછી તેણીએ અમરાવતી ખાતે રહેતા શ્રી મોડક સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ ઈ. સ. ૧૯૨૧ના વર્ષમાં એમના છુટાછેડા થયા હતા.

તેઓ રાજકોટ ખાતેની મહિલા કોલેજમાં આચાર્યા તરીકે નિમાયા હતા. આ ઉપરાંત તેણીએ સામાજિક કાર્યકર તરીકે મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ પ્રાંતમાં કાર્યો કર્યાં હતાં. એમણે થાણા જિલ્લાના દરિયા-કાંઠા વિસ્તારમાં આવેલા બોરડી ગામ ખાતે નૂતન બાલ શિક્ષણ સંઘ દ્વારા સંચાલિત સૌપ્રથમ બાલવાડીની સ્થાપના કરી તેનો વિકાસ કર્યો હતો[૨][૩]. ઈ. સ. ૧૯૬૨ના વર્ષમાં શિક્ષણ ક્ષેત્રમાં બાલવાડી કેળવણી એમણે બજાવેલી ઉત્કૃષ્ટ સેવા બદલ તેણીને પદ્મભૂષણ પારિતોષિક વડે નવાજવામાં આવ્યા હતાં. અનુતાઈ વાઘ તેમનાં શિષ્યા હતાં. તેણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય રહ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Sena, Maharashtra Navnirman (2009). "Tarabai Modak: India's 'Montessori' and the country's first pre-schooling expert". the original માંથી 27 Sep 2010 પર સંગ્રહિત. Retrieved 16 October 2010. Check date values in: |accessdate=, |year=, |archivedate= (મદદ)
  2. Singh. Preschool Education. APH Publishing. p. 7. ISBN 978-81-7648-757-3. Retrieved 17 July 2012. Check date values in: |accessdate= (મદદ)
  3. R.P. Shukla (1 January 2004). Early Childhood Care And Education. Sarup & Sons. p. 106. ISBN 978-81-7625-474-8. Retrieved 16 July 2012. Check date values in: |accessdate=, |date= (મદદ)